તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
બાબરા આમ આદમી પાર્ટીના પ્રમુખ કૌશિક ભરાડની આગેવાની સાથે નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરતી મહિલાઓ

(દિપક કનૈયા બાબરા) બાબરા નગરપાલિકા ના કથડતા વહીવટ અને ભ્રષ્ટાચાર મામલે સમગ્ર જિલ્લામાં બાબરા નગરપાલિકા પ્રથમ નંબરે આવે છે ત્યારે આજે વોર્ડ નંબર 2 ની મહિલાઓ નગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રમુખ કૌશિક ભરાડ ની આગેવાનીમાં છેલ્લા કેટલાક સમયથી વોર્ડ નંબર 2 માં સફાઈ તેમજ ગટોરોના ઉભરાતા પાણી બાબતે અનેક વખત રજૂઆતો થતા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી આ બાબતે મહિલાઓ આજે રણચંડી બની નગરપાલિકાને ઘેરાવ કર્યા હતા. નગરપાલિકાના હોદ્દેદારો ના હાય હાય લગાવ્યા હતા આમ તો સમગ્ર શહેરમાં સફાઈ અભિયાન ગટર ના પાણી તેમજ લાઇટ બાબતે નગરપાલિકાની કથડતી કામગીરી છે પાલિકાના હોદ્દેદારો માત્ર નગરપાલિકામાં થી પૈસા બનાવવામાં જ વ્યસ્ત છે નગરપાલિકામાં લાખો રૂપિયાની ગ્રાન્ટો આવે છે પણ ક્યાં જાય છે તે કોઈને ખબર નથી માત્ર કાગળ ઉપર જ ગ્રાન્ટો ના હિસાબ કરી દેવામાં આવે છે ગત ટર્મ ના સતાધીશો નગરપાલિકાના તરિળા સાફ કરી નાખયા હતા પૈસાના હાલ હોદ્દેદારો બાબરાના વિકાસમાં રસ નથી પણ પોતાનો વિકાસ વધુ માં વધુ કેવી રીતે થાય તે વધુ ધ્યાન રાખે છે આ અંગે જિલ્લા કક્ષા સુધીઓ રજૂઆતો કરવામાં આવે છે ધારાસભ્ય અને રજૂઆતો કરવામાં આવે છે બાબરા નગરપાલિકાના ભ્રષ્ટાચાર બાબતે છતાં પણ આ લોકોને પેટમાં પાણી નથી હલતું શાના કારણે તો આ લોકોની ભાગ બટાઇ છે તેવું લોકોમાં ચર્ચા એ રહ્યું છે ઘણા ઘણા સમયથી ન્યુઝ પેપરના માધ્યમથી whatsapp ગ્રુપના માધ્યમથી બાબરા નગરપાલિકાના ભષ્ટાચારો બાબતે અનેક પુરાવા તેમજ નગરપાલિકા સામે લોકોનો આક્રોશ જોવા મળ્યો છે
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
