News of Friday, 4th July 2025
અમરેલીના લાઠી, લીલીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
બે દિવસના વિરામબાદ ધીમીધારે વરસાદઃચિતલ પંથકના ખીજડિયા રાદડિયા, શેડુભાર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે

અમરેલી,તા.૪
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલીના લાઠી, લીલીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. લાઠીના શેખપીપરીયા,હરસુરપુર, દેવળીયામાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. થોડા વિરામ બાદ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
ચિતલ પંથકના ખીજડિયા રાદડિયા, શેડુભાર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મુશળધાર વરસાદના કારણે ખેતરો પાણી પાણી થયા છે. ગામમાં વરસાદી પાણીની નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
લીલીયા સહિત આસપાસના વિસ્તારોમાં બે દિવસના વિરામબાદ ધીમીધારે વરસાદ શરૃ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
વાવણી બાદ ધીમી ધારે વરસાદ પડવાથી મગફળી, કપાસ, જુવાર, બાજરી જેવા પાકમાં ફાયદો થશે. ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
