તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
કચ્છ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા: અબડાસાની વેલડી નદીમાં ધોડાપૂર: ભુજ-નખત્રાણા-લખપત રાજ્ય ધોરીમાર્ગ બંધ
કચ્છ જિલ્લા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદી માહોલ :અલગ અલગ તાલુકાઓમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો

ભુજ : પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. કચ્છના પૂર્વ બાદ પશ્ચિમ કચ્છમાં વરસાદ થતા જિલ્લા મથક ભુજ તેમજ આસપાસના વિસ્તારમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ધીમીધારે વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
કચ્છ જિલ્લા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદી માહોલ જામ્યો છે. કચ્છના અલગ અલગ તાલુકાઓમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસતા સલાયા અને નાની ભાડાઈ ગામમાં પાણી ભરાયા હતા. મુન્દ્રા ના ખાખર, ભુજપુર, ગુંદાળા, દેશલપર, કંઠી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રોડ-રસ્તા પાણી પાણી થયા હતા. આ ઉપરાંત, રાપર, અબડાસા અને નખત્રાણા માં પણ મેઘરાજાએ ધમધોકાર વરસાદ વરસાવ્યો. રાપરના રામવાવ, ભીમાસર, આડેસર, વાગડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં, જ્યારે અબડાસાના બાલાપર, રાયધણજર, ચિયાસર, અરજણપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતરો પાણીથી તરબોળ થયા હતા. નખત્રાણાના ઉખેડા, જાડાય, જીયાપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
કચ્છના નખત્રાણા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્તા વહેણમાં પૂર જોસમાં પાણી વહ્યા રહ્યા છે. પાણી વહેતા રાજ્ય ધોરીમાર્ગ બંધ થયો છે. ભુજ-નખત્રાણા-લખપત રાજ્ય ધોરીમાર્ગ બંધ થતા માર્ગની બન્ને બાજુ ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. દર વર્ષે વરસાદમાં નખત્રાણા બસ સ્ટેશન વિસ્તારમાં આજ સ્થિતિ જોવા મળે છે.
કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે. કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અબડાસાના રાયધણજર અને રેલડિયા મંજલ વચ્ચે માર્ગ બંધ થયો છે. કોઝવેની ચાલુ કામગીરી હતી, ભારે પાણી ભરાયા હતા. ભારે વરસાદી પાણી વહેતા લોકો અટવાયા છે. રાયધણજરના યુવાનોએ જેસીબીની મદદથી લોકોને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢ્યા છે. સ્થાનિક આગેવાને જેસીબી દ્વારા મદદ કરીને લોકોને નદી પાર કરાવી હતી. કોઝવેનું કામ તાત્કાલિક પુર્ણ કરવા માટે લોકોએ માંગ કરી છે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
