તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
વેરાવળ પીપલ્સ બેંકના ડાયરેકટર ચિરાગ કારીયાની રવાનગી
૨૦ હજારથી વધુ સભાસદો તથા ૫૦૦ કરોડથી વધુ ડીપોઝીટ અનેક બ્રાંન્ચો ધરાવતી બેંકને આક્ષેપોની ફરીયાદ મળતા આકરા પગલા લેવાયા

( દીપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૪ :વેરાવળ પીપલ્સ બેંક ૨૦ હજાર થી વધુ સભાસદો ધરાવે છે ૫૦૦ કરોડથી વધારે ડીપોઝીટ તેમજ અનેક બ્રાંન્ચો ધરાવતો બેંકમાં બે વર્ષથી વધુ ડીરેકટર તરીકે ફરજ બજાવતા તેમજ અગાઉ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય બેંકની કામગીરીમાં રોજબરોજ તેની વર્તણુકને લઈને અનેક ફરીયાદો મળેલ હતી તેની સામે તપાસ કરતા તેમના વિરોધના આક્ષેપો સાચા પ્રમાણભુત થતા બોડૅ ઓફ ડીરેકટરે તાત્કાલીક નિર્ણય લઈને વેરાવળ પીપલ્સ બેંકના ડાયરેકટર ચિરાગ કારીયાની રાતો રાત રવાનગી કરતા સહકારી બેંક મા ભારે ખળભળાટ મચેલ છે.
વેરાવળ પીપલ્સ બેંક ના જનરલ મેનેજર પરેશ રાયમગીયાએ જણાવેલ હતુંકે ચિરાગ કારીયા ડીરેકટર તરીકે સેવા આપતા હતા તેની વર્તણૂકની ફરીયાદો ચેરમેન ને મળતા ગંભીરતા લઈ તપાસ કરતા આ આક્ષેપો સાચા હોય જેથી આટલી મોટી સહકારી બેંક વર્ષોથી શાખ ધરાવતી હોય ભવીષ્યમાં કોઈપણ જાતની આ ચિરાગ કારીયા ના લીધે બેંક ને કોઈ મોટી નુકશાની કે અસર ન થાય તે માટે તા.૩૦/૬/૨૫ ના રોજ ૨૦ હજાર થી વધુ સભાસદો તેમજ બેંક ના હીત માટે તાત્કાલોક હકાલપટ્ટી કરાઈ છે.
પીપલ્સ બેંક વેરાવળ માં ૩,જનાગઢ ૨, કેશોદ ૧, તાલાલા ૧,માંગરોળ ૧,કાજલી ૧ સહીત ૯ બ્રાંન્ચો ધરાવે છે ખુબજ વર્ષોજુની અનેક સમાજોને રોજગારી આપતી બેંક છે અનેક વડીલોએ આ બેંક ને ઉભી કરવા માટે સેવા કરેલ છે આજની નવા યવાનો બેંક સૌથી આગળ વધ તેવા પ્રયત્ન કરવા જોઈએ પણ ચિરાગ કારીયા એ બેંકની અંદર રોજબરોજ ની કામગીરીમાં બેક ની શાખ ને નુકશાની જાય તેવી વર્તણુક ધણા સમય થી કરતા હોય જેની ફરીયાદ ચેરમેન સહીત ને મળેલ હોય જેથી આવા ડિરેકટર ભવિષ્યમાં સહકારી ક્ષેત્રે સૌથી મોટી બેંક ને કોઈ આર્થિક, સામાજીક અસર ન થાય તે માટે બોર્ડ ઓફ ડીરેકટરે રાતો રાત નિર્ણય લઈ ચિરાગ કારીયાની હકાલ પટી કરેલ છે આ બનાવ બનતા વેરાવળ સહિત જયા પણ બ્રાંન્ચો ધરાવ છે ત્યાં પીપલ્સ બેંક ના સભાસદો તેમજ ખાતેદારો માં ભારે ખળભળાટ મચેલ છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
