<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

સૌરાષ્‍ટ્રમાં વિદેશી દારૂની હેરાફેરીમાં

વોન્‍ટેડ રાજકોટના બે બુટલેગર રૂરલ એલસીબીએ ઝડપી લીધા : ધવલ સાવલીયા સામે ર૬ ગુન્‍હાઓ નોંધાયા છે અને ૭ ગુન્‍હામાં વોન્‍ટેડ છેઃ હાર્દિક જોગરાજીયા સામે ૪ ગુન્‍હાઓ નોંધાયા છેઃ ર ગુન્‍હામાં વોન્‍ટેડ છે

રાજકોટ તા. ૪ :.. સૌરાષ્‍ટ્રમાં જીલ્લાઓમાં વિદેશી દારૂની હેરાફેરીમાં વોન્‍ટેડ રાજકોટના બે બુટલેગરને રૂરલ એલસીબીએ ઝડપી લીધા હતાં.

 રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક  હિમકર સિંહા દ્વારા નાસતા ફરતા આરોપીને તથા   પકડી પાડવા  સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઈન્‍સ્‍પેકટર  વી.વી.ઓડેદરા  માર્ગદર્શન હેઠળ  પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર  એચ.સી.ગોહિલ તથા સ્‍ટાફના માણસો સૌરાષ્‍ટ્ર વિસ્‍તારના જિલ્લાઓમાં ગેરકાયદેસર રીતે મોટાપાથે વિદેશી દારૂનો ધંધો કરનાર અને ઘણા લાંબા સમયથી નાસતો ફરતો નામી પ્રોહી બુટલેગર ધવલ રસીકભાઇ સાવલીયા રહે. હાલ. રાજકોટ મુળ નાગડકા ગામ તા ગોંડલ વાળો રાજકોટ ગ્રામ્‍ય, રાજકોટ શહેર અને સુરેન્‍દ્રનગર જિલ્લામાં ઘણા ગુન્‍હામાં નાસતો ફરતો હોય આરોપી   ધવલ રસીકભાઈ સાવલીયા તથા બીજો બુટલેગર   હાર્દિક અશોકભાઇ જોગરાજીયા રહે. હાલ. રાજકોટ, માંડા ડુંગર તથા મહીકા ગામ, પીઠડ આઇ સોસાયટી, મુળ છાસીયા, તા વિંછીયા, જી.રાજકોટને જુનાગઢ ખાતેથી દબોચી લેવાયા હતાં.

પકડાયેલ બુટલેગર ધવલ સાવલીયા સામે સૌરાષ્‍ટ્રના અલગ અલગ જીલ્લાઓમાં ર૬ ગુન્‍હાઓ નોંધાયો છે અને તે જેતપુર તાલુકા, જસદણ, ચોટીલા, રાજકોટના આજી ડેમ, ભકિતનગર પોલીસ પંથક તથા ધ્રોલ પોલીસ મથકના ગુન્‍હામાં વોન્‍ટેડ છે. બુટલેગર હાર્દિક જોગરાજીયા સામે ૪ ગુન્‍હાઓ નોંધાયા છે અને તે ભાયાવદર તથા જસદણ પોલીસ મથકના ગુન્‍હામાં વોન્‍ટેડ છે.

આ કામગીરી એ.એસ.આઇ. અમીતભાઇ કનેરીયા, જયવીરસિંહ રાણા, અનીલભાઇ ગુજરાતી, બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા તથા પો. હે. કો. ધર્મેશભાઇ બાવળીયા, પ્રણયભાઇ સાવરીયા, નિલેશભાઇ ડાંગર, રાજુભાઇ શામળા, રસીકભાઇ જમોડ, ઘનશ્‍યામભાઇ જાડેજા તથા પો. કો. ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ સિંહારનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(12:10 PM IST)