તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
દ્વારકાધીશ જગતમંદિરની સુરક્ષા માટે એનએસજીની ટીમ પહોંચી દ્વારકા
મંદિરની અંદર તથા બહારના ભાગની સુરક્ષાનું નિરીક્ષણ પોલીસ

(વિનુભઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૪ : યાત્રાધામ દ્વારકા એ પાડોશી દુશ્મન દેશ પાકીસ્તાનના હરહંમેશ હીટલીસ્ટમાં રહયુ છે અને ભૂતકાળમાં અહીં પાકીસ્તાને બોમ્બાર્ડીંગ પણ ૧૯૬૫ની સાલમાં કરેલ હોય સુરક્ષાના કારણોસર દ્વારકાધીશ મંદિરને ઝેડ કેટેગરીની સુવિધા પ્રાપ્ત છે. આમ છતાં છેલ્લા વર્ષોમાં વખતોવખત સુરક્ષામાં છીંડા હોવા અંગે અખબારોમાં અહેવાલો આવ્યા હોય કેન્દ્રીય ગળહ મંત્રાલય દ્વારા દ્વારકાધીશ મંદિરની સુરક્ષા કાજે એનએસજી કમાન્ડોની ટીમને મોકલવામાં આવી હોય જેમના દ્વારા આજરોજ જગતમંદિરના પ્રવેશદ્વારો તેમજ ભાવિકોની સુરક્ષા ઈત્યાદિ માટેની ઉપલબ્ધ સ્થિતિની ચકાસણી કરવામાં આવી હતી. આગામી સમયમાં શ્રાવણ માસ, જન્માષ્ટમી ઈત્યાદિ શ્રેણીબધ્ધ તહેવારોની સીઝન આવી રહી હોય જગતમંદિરમાં તહેવારોમાં સવિશેષ ભીડ રહેતી હોય સરકાર વધુ સજાગ બની હોય એનએસજી કમાન્ડોની ટીમે જગતમંદિરની મુલાકાત લઈ સુરક્ષાની સમીક્ષા કરી હતી. (તસ્વીર : દિપેશ સામાણી, દ્વારકા)
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
