<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

વંથલી, લુશાળા, માંગરોળના રૂદલપુરમાં જુગાર દરોડાઃ ૨૧ પકડાયા

પોલીસે રોકડ સહિત ૬૭ હજારનો મુદામાલ કબજે કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૪: વંથલી, લુશાળા, માંગરોળના રૂદલપુરમાં પોલીસે જુગાર દરોડા પાડી ૨૧ જુગારીને ઝડપી લઇ રોકડ સહિત ૬૭ હજારનો મુદામાલ કબજે કરતા જુગારી આલમમાં હલચલ મચી ગઈ હતી. વંથલીની શરાફ બજારમાં નાશીરભાઇ ગફારભાઇ હોનાડી પોતાના કબજાના મકાનમાં જુગાર રમાડતો હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે નાશીર ગફારભાઇ હોનાડી તેમજ સંજયભાઇ કારાભાઇ વાણવી, હનીફભાઇ વલીમહમદભાઇ સમા, રજાકભાઇ નુરમહમદભાઇ ગબલ અને અમીનભાઇ ઇભ્રાઇમભાઇ ખોજાને રૂપિયા ૨૨૨૫૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડ્‍યા હતા. જ્‍યારે શરાફ ઇચાલભાઇ ઘાંચી નામનો જુગારી નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી હતી. વંથલી પોલીસે લુશાળા ગામમાં પણ જુગાર દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા કિશન ચંદુભાઇ મુછડીયા, કિશોર વલ્લભભાઇ ગોહીલ, મુળજીભાઇ માલાભાઇ મુછડીયા, કિશોરભાઇ નાથાભાઇ વાઘ, નાનજીભાઇ મોહનભાઇ મુછડીયા, રામજીભાઇ મેરામણભાઇ મુછડીયા, ભરતભાઇ કાનજીભાઇ મુછડીયા, પ્રદીપભાઇ ભગવાનજીભાઇ પારઘીને રૂપિયા ૩૦,૫૯૦ના મુદ્દામાલ સાથે જાહેરમાં જુગાર ખેલતા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત માંગરોળ પોલીસે રૂદલપુર ગામે જાહેરમાં જુગાર રમી રહેલા શૈલેષભાઇ નરશીભાઇ ગોહેલ, યોગેશ નારણભાઇ ગોહેલ, મનહરભાઇ દેવાભાઇ લિંબોલા,  રોહિત માધાભાઇ પરમાર, કિરણભાઇ બાબુભાઇ પરમાર, દિવ્‍યેશ મુકેશભાઇ પરમાર, નિલેશભાઇ નગાભાઇ ગોહેલ અને પ્રકાશભાઇ શકરાભાઇ ગોહેલને રૂપિયા ૧૪,૨૫૦ સાથે પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.(૨.૮)

(11:26 AM IST)