<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

વરસાદી પાણી ભરાતા નખત્રાણા-દેશલપર-ભુજ હાઇવે પર થયો ટ્રાફિક જામ: અબડાસાના બેરાચિયા ડેમની હેઠ તળે આવતા ગામોને કરાયા એલર્ટ : જુઓ વિડીયો

ભુજના ડાકડાઈ ગામથી માનકુવા, સામત્રા મુખ્ય રોડ પર ૫ કિમી સુધી વાહનોની લાંબી કતાર લાગી છે. નલિયાથી આવતા ટ્રાફિકને પણ અસર પહોંચી છે. ડાકડાઇ ગુરુકુળ પાસે વરસાદી પાણીનો નિકાલ ન થતાં મુખ્ય રોડની બંને સાઈડ પર લાંબી કતારો લાગી છે. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરવામાં આવે તો જ ટ્રાફિકની સમસ્યાનો હલ થાય. (વિનોદ ગાલા, ભુજ)


 

(8:53 PM IST)