<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

જસદણ બસ ડેપોમાં છાત્રોએ આંદોલન કરીને ચક્કાજામ કર્યો: રાજકોટ રૂટની બસ સમયસર ન આવતા વિદ્યાર્થીઓ વિફર્યા

જસદણથી રાજકોટ જતી બસો સમયસર આવતી ન હોવાને કારણે વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને ભારે હાલાકી

જસદણથી રાજકોટ જતી બસો સમયસર આવતી ન હોવાને કારણે વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સવારે કોલેજ અને શાળાએ જવા માટે વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે, જેના કારણે તેમના અભ્યાસ પર પણ અસર પડી રહી છે 

    વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, તેમણે આ અંગે ડેપો મેનેજરને અનેક વાર મૌખિક અને લેખિત રજૂઆતો કરી હતી. તેમ છતાં, પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમની રજૂઆતોને ગંભીરતાથી લેવામાં આવી નથી, જેના પરિણામે આજે તેમને આંદોલન કરવાની ફરજ પડી છે 

    સવારથી જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જસદણ બસ ડેપો ખાતે એકઠા થયા હતા. તેમણે ડેપોમાંથી નીકળતી અને ડેપોમાં આવતી તમામ બસોને અટકાવી દીધી હતી, જેના કારણે જસદણ ડેપોની બસ સેવા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર કરીને સમયસર બસ સેવા શરૂ કરવાની માંગ કરી હતી.  

(2:02 PM IST)