News of Monday, 30th June 2025
અમરેલી એલસીબી પોલીસે ૮ શખ્સોને ઝડપી લીધાઃ ૧૧ ગુન્હાનો ભેદ ઉકેલાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ તા. ૩૦, અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી ગેંગના આઠ ઇસમોને રોકડ રકમ તથા ચાંદીના દાગીના તથાવાહન તથા ચોરીના સાધનો સહિત કુલ કિ. રૂા. ૩,૧૬,૩ર૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી લુંટ, ઘરફોડચોરી તથા મંદિર ચોરી સહિતના ૧૧ અનડીટેકટ ગુનાઓ અમરેલી એલ.સી.બી. ટીમે ઉકેલી લીધા છે.
પોલીસે મતીયારસીંગ ઉર્ફે મુકેશ ઇન્દીરસીંગ ડાવર, ઉ.વ. ર૦ હાલ રહે.: ચરખા ગામની સીમ, તા. બાબરા જિ. અમરેલી મુળ રહે.: કુંડલવાસ, કુડાલીયા ફળીયુ, તા. જોબટ, જી.: અમરાજપુર (મધ્યપ્રદેશ), દિનેશ ઉર્ફે કાગડો માધુભાઇ બાંગડીયા, ઉ.વ.૪૦, હાલ રહે. શાપર એન.જી.દિવાની કારખાનામાં તા. જિ. જામનગર મુળ રહે. બડા ઇટારા, હાબુ તવડી ફળીયુ, તા. જોબટ જિ અલીરાજપુર( મધ્યપ્રદેશ), કુવરસીંગ માધુભાઇ બાંગડીયા,, ઉ.વ.૧, હાલ રહે. રાયપુર ગામની સીમ, તા. બાબરા જિ. અમરેલી મુળ રહે. બડા ઇટારા, હાબુ તવડી ફળીયુ, તા. જોબટ જિ અલીરાજપુર, ચીમન ઉર્ફે રાકેશ માધુભાઇ બાંગડીયા, ઉ.વ.૧૯,હાલ રહે.નેસડી ગામની સીમ તા. સાવરકુંડલા, જિ.: અમરેલી મુળ રહે. બડા ઇટારા, હાબુ તવડી ફળીયુ, તા. જોબટ જિ અલીરાજપુર, દિલીપ જંગલીયા બામનિયા, , ઉ.વ.૧૯, હાલ રહે. ઉટવડ ગામની સીમ તા. બાબરા, જિ. અમરેલી મુળ રહે. ગાદ્રાણ, ખેરડ ફળીયુ. તા.જિ.: અલીરાજપુર (મધ્યપ્રદેશ), રાહુલ કાળુભાઇ બાંગડીયા ઉ.વ.૧૯, હાલ રહે.વડેરા સીમ, તા.જી. અમરેલી, મુળ રહે. બડા ઇટારા, હાબુ તવડી ફળીયુ, તા. જોબટ જિ અલીરાજપુર, વિજય મદનભાઇ માવી, ઉ.વ.૧૯, હાલ રહે.ચરખા સીમ તા. બાબરા, જિ.: અમરેલી મુળ રહે. તુકરીયા, જરન, માફીદાર ફળીયુ, તા. ભાભરા, જી.: અલીરાજપુર(મધ્યપ્રદેશ) સેફુ ગજનભાઇ ડાવર, ઉ.વ.રપ, હાલ રહે.હડમતીયા ગામની સીમ, તા.ટંકારા, જી.: મોરબી મુળ : કુંડલવાસ, કુંડાલીયા ફળીયુ, તા. જોબટ, જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ)ની ઘરપકડ કરી છે.
ભાવનગર રેન્જ આઇજીપી ગૌતમ પરમારની સુચનાથી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી. એમ. કોલાદરા તથા પો.સ.ઇ. કે.ડી. હડીયાચ તથા પો.સ.ઇ. એમ.ડી. ગોહિલ તથા પો.સ.ઇ. આર.એચ. રતન તથા એ.એસ.આઇ. કનાભાઇ સાંખટ, યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ મકવાણા, હરેશસિંહ પરમાર, ભીખુભાઇ ચોવટીયા, રાહુલભાઇ ચાવડા તથા હેડ કોન્સ. મનીષભાઇ જાની, તુષારભાઇ પાંચાણી, મહેશભાઇ મુંઘવા, અશોકભાઇ કલસરીયા, આદિત્યભાઇ બાબરીયા, ગોકુળભાઇ કળોતરા, જયેન્દ્રભાઇ બસીયા, દશરથસિંહ સરવૈયા, મહેશભાઇ રાઠોડ, તથા પો. કોન્સ. અશોકભાઇ સોલંકી, શીવરાજભાઇ વાળા, અજયભાઇ વાઘેલા, પરેશભાઇ દાફડા દ્વારા કરવામાં આવેલ છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
