News of Monday, 30th June 2025
જસદણઃ ગાંધી કન્યા હાઇસ્કુલમાં પ્રવેશોત્સવ

જસદણઃ ગાંધી કન્યા હાઈસ્કૂલ ઉના ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયેલ હતો જેમાં રાજ્યકક્ષાના અધિકારી સુબોધ જોશી (નાયબ સચિવ સાયન્સ અને ટેકનોલોજી વિભાગ ગાંધીનગર) ઉપસ્થિત રહ્યા હતા જીતેન્દ્રકુમાર રાઠોડ ચંદ્રેશભાઇ ડાભી ઉના તાલુકા કેળવણી મંડળના ટ્રસ્ટી કિરીટભાઈ દેસાઈ સૂર્યકાંત ભાઈ ગાંધી ચંદ્રેશભાઇ જોશી- રાધે ભાઈ તથા વાલી મંડળના હિતેન્દ્રસિંહ પરમાર વગેરે ધોરણ ૯ અને ૧૧ ની વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રવેશ કરાવ્યો તેમજ ગત વર્ષ માર્ચ ૨૦૨૫ માં ધોરણ ૧૦ અને ૧૨ ના શાળા કક્ષાએ આવેલા પ્રથમ ત્રણ વિદ્યાર્થીનીઓને પુરસ્કાર આપ્યા હતા.ે સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી દીપ્તિબેન ગોસ્વામી અને સમગ્ર સ્ટાફ દ્વારાઆયોજન કર્યું હતું (તસ્વીર-અહેવાલઃ હિતેશ ગોસાઇ-જસદણ)
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
