તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
જામનગરમાં રવિવારે મોડી રાત્રે બે વાગ્યાથી ફરી મેઘરાજાનું આગમન: અડધો ઇંચ પાણી પડ્યું
કાલાવડના મોટા પાંચ દેવડામાં એક ઇંચ વરસાદ: જામજોધપુર- લાલપુર- કાલાવડ અને જોડીયામાં વરસાદી ઝાપટાં વરસ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા ૩૦ : જામનગર શહેરમાં રવિવારે સમગ્ર દિવસ દરમિયાન ધૂપ- છાવ જેવી પરિસ્થિતિ હતી, અને વાદળોના આંટાફેરા જોવા મળ્યા હતા. સાથો સાથ પ્રતિ કલાકના ૩૫ થી ૪૦ કિ.મી ની ઝડપે પવન પણ કુંકાયો હતો.
આખરે મોડી રાત્રે ફરી મેઘો મંડાયો હતો. રાત્રે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન વધુ અડધો ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ઉપરાંત આજે સોમવારે સવારે ૧૦.૦૦ વાગ્યાથી ૧૨.૦૦ વાગ્યા સુધીમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા ચાલુ રહ્યા છે, અને શહેરમાં વરસાદી માહોલ બંધાયેલો જોવા મળ્યો છે.
જામનગર શહેર ઉપરાંત જામજોધપુરમાં પણ ગઈકાલે દિવસ દરમિયાન છુટા છવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા, તેમજ કાલાવડ, જોડીયા અને લાલપુરમાં પણ ઝાપટાંના સ્વરૂપે વરસાદ ચાલુ રહ્યો છે.
કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડામાં ગઈકાલે રવિવારે ૨૮ મી.મી. વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ઉપરાંત જામજોધપુર તાલુકાના ધૂંનડા,પરડવા અને વાંસજાળીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર તાલુકાના મોટા ખડબા ગામમાં પણ અડધો ઇંચ વરસાદ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
