News of Monday, 30th June 2025
વિરનગર પાસે ટ્રક પાછળથી પડી જતાં બંગાળના સુબ્રતો રોયનું મોત
ક્લનીર તરીકે કામ કરતો હતોઃ પવનચક્કીનો થાંભલો ભરી એમપીથી આવતી વખતે બનાવ

રાજકોટ તા. ૩૦: આટકોટ નજીક વિરનગર પાસે ટ્રક પાછળ બેઠેલો ક્લીનર યુવાન ટ્રકમાંથી પડી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે. મધ્યપ્રદેશથી ટ્રકમાં પવનચક્કીનો થાંભલો લઇને આવતી વખતે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ વીરનગર નજીક રાત્રીના સવા ત્રણેક વાગ્યે ટ્રક પાછળ બેઠેલો મુળ પヘમિ બંગાળનો વતની સુબ્રતો કાર્તિક રોય (ઉ.વ.૩૫) નામનો યુવાન ટ્રકમાંથી પડી જતાં ગંભીર ઇજા થતાં પ્રથમ આટકોટ કે. ડી. પરવાડીયા હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર યુવાન બે ભાઇમાં મોટો હતો. મધ્યપ્રદેશથી ટ્રકમાં પવનચક્કીનો થાંભલો ભરીને આવતી વખતે વિરનગર-આટકોટ વચ્ચે આ બનાવ બન્યો હતો. મૃત્યુ પામનાર ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતો હતો. રસ્તામાં કોઇ વાયર, કેબલ આવે તો તે ઉંચા કરવાના હોઇ જેથી તે ટ્રકની પાછળ બેઠો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આટકોટ પોલીસને જાણ કરી હતી.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
