તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
પાટડી પંથકનો શખ્સ આણંદમાંથી ચોરાયેલ રિક્ષા સાથે ઝડપાઇ ગયો

વઢવાણ, તા.૩૦: અમદાવાદ ગ્રામ્યના સાણંદની ગઢીયા ચોકડી પાસે આવેલ કાદરવાળી શેરીમાં રહેતા નદીમહુસેન મુસ્તુફાભાઈ સોલંકી રિક્ષા ભાડેથી ચલાવી ગુજરાન ચલાવે છે.ગત તા. ૨-૨-૨૫ના રોજ રાત્રે તેઓએ ઘરની બહાર મુકેલી રૂ. ૧.૫૦ લાખની કિંમતની રિક્ષા ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી પેટ્રોલિંગ કરી રહેલા પીએસઆઈ રામદેવસીંહ ઝાલા, અજયરાજસીંહ ઝાલા, સંજયભાઈ પાઠક સહિતનાઓને પાટડીના સિધ્ધસર ગામના મોહસીન નસીબખાન જતમલેક પાસે ચોરીની રિક્ષા હોવાની તથા તે સુરેન્દ્રનગર કેનાલ પાસેથી પસાર થવાનો હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં પોલીસે મોહસીનખાનને સાણંદથી ચોરેલી રિક્ષા સાથે ઝડપી લીધો હતો. આ શખ્સની પુછપરછમાં સરખેજના શાંતીપુરા વિસ્તારમાં રહેતા નારણ રામુભાઈ ભરવાડનું રૂ. ૫૫ હજારની કિંમતનું બાઈક આ શખ્સે તા. ૧૫-૨-૧૫ના રોજ ચોર્યુ હતુ. આથી મોહસીન મલેકની અટકાયત કરી હાલ તેને એ ડીવીઝન પોલીસના હવાલે કરાયો છે. જયારે તેની ધરપકડ કર્યાની જાણ અમદાવાદ ગ્રામ્યના સાણંદ અને અમદાવાદ સીટીના સરખેજ પોલીસ મથકે કરાઈ છે. ઝડપાયેલ આરોપી મોહસીન કુખ્યાત તસ્કર છે. તેની સામે સાણંદમાં ૨, સરખેજમાં ૧, લખતરમાં ૧ ઉપરાંત દસાડા તાલુકાના બજાણા પોલીસ મથકે ચોરીની ૧૩ ફરિયાદો નોંધાઈ ચૂકી હોવાનું સામે આવ્યુ છે
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
