તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
ચલાલામાં ધી અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ની સરાહનીય કામગીરી
એકાઉન્ટ ધારકનું મૃત્યુ થતા પ્રધાનમંત્રી જીવન જયોતિની ૨કમ અપાવતા બેંકનાં કર્મચારીઓ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૩૦: ઘી અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ની ચલાલા શાખામાં સ્વ.સુરેશભાઈ કનુભાઈ મકવાણા નો પ્રધાનમંત્રી જીવન જયોતિ વિમા યોજનામાં જોડાયેલા હતા જે અંગે પરિવારને કોઈ જાણ ન હતી. ત્યારે ચલાલા શાખાના બ્રાન્ચ મેનેજર એસ.એ.સભાયા દ્વારા જાણ કરાઇ હતી.
તમામ પ્રક્રિયા તેઓએ અમોને સાથે રાખી કરતા તા.૨૫/૦૬/૨૦૨૫ ના રોજ અનિલ સુરેશભાઈ મકવાણા ના બચત ખાતામાં રકમ રૂા. ૨,૦૦,૦૦૦/- જમાં આવી ગયેલ છે.
જેથી આવી સહાહનીય કામગીરી કરવા બદલ આ બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તથા બેંકના જનરલ મેનેજર(સી.ઈ.ઓ) બી.એસ. કોઠીયા તથા ચલાલા શાખાના એસ.એ. સભાયા, ડી.કે.ખાચર, યુ.ડી. રામાણી, યુ.ડી. રીબડીયા, પી.સી. રીબડીયા, વી.જે. કામદાર, એચ.વી. સેંજલીયા, એ.ડી. બુહા, વી.જે.જોષી, એ.બી.ગોંડલીયા, એસ.ડી. રામાણી તમામ કર્મચારીઓનો તેમજ ધી અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. નો આભાર વ્યકત કરું છું.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
