તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
કચ્છના સામખિયાળી હાઇ-વે ઉપરથી ૭૮.રપ લાખનો દારૂ ઝડપાયો
૩૦ લાખના ટેન્કર સહિત ૧.૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યોઃ પોલીસે જગદીશ દેવારામ ડારા (બિશ્નોઈ) ઉ.વ. ૪૫ રહે. ગામ ભાટીપ, પોસ્ટ-પમાણા, થાના કરડા તા.રાણીવાડા જી.ઝાલોર (રાજસ્થાન) (ટેન્ડર ડ્રાઈવર)ને ઝડપી લીધોઃ કાળુ બિશ્નોઈ રહે. સાંચોર (માલ ભરાવનાર), સંજયસિંહ વિજેન્દ્રસિંહ રહે. ગામ ખુડી જી.સિડર (રાજસ્થાન) (માલ મોકલનાર), ધીરસિંહ સુભાષ રેવાડ રહે. ગામ માડાસી જી.ઝુંઝનુ (રાજસ્થાન) (માલ મોકલનાર)ની શોધખોળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૩૦: કચ્છના સામખિયાળી હાઇવે પરથી સુરજબારી રોડ પર થી ૫૩૦ થી વધારે દારૂની પેટીઓ ભરેલું ટેન્કર ઝડપાયું છે. પોલીસે ૧૪,૮૦૮ દારૂની નાની મોટી બોટલ સહિત ૭૮.૨૫ લાખનો દારૂ તથા ૩૦ લાખનું ટેન્કર સહિત ૧.૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કચ્છમાં દારૂની હેરાફેરીનો નો કિમિયો પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઇ એન.એન. ચુડાસમા પીએસઆઈ ડી.જી. પટેલ સહિતની ટીમ દ્વારા પકડી પાડયો હતો. ટેન્કર સાથે એક આરોપીને પકડી પાડયો છે.
ઇંગ્લિશ દારૂની બધી પર પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે હાથોડો પછાડયો છે ટેન્કર પરથી મોટો જથ્થો ઝડપી પાડી આરોપી ની પુછપરછ કરી દારૂ મંગાવનાર મોકલનાર તથા અન્ય આરોપીઓ બાબતે તપાસ હાથ ધરી સામખીયારી પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સામખીયારી પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો રૂ.૭૮,૨૫,૨૦૦/- નો ગણનાપાત્ર કેસ લોકલ કાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ,ગાંધીધામની ટીમે શોધી કાઢેલ છે.
પોલીસે જગદીશ દેવારામ ડારા (બિશ્નોઈ) ઉ.વ. ૪૫ રહે. ગામ ભાટીપ, પોસ્ટ-પમાણા,થાના કરડા તા.રાણીવાડા જી. ઝાલોર (રાજસ્થાન) (ટેન્ડર ડ્રાઈવર)ને ઝડપી લીધો છે જયારે કાળુ બિશ્નોઈ રહે. સાંચોર (માલ ભરાવનાર), સંજયસિંહ વિજેન્દ્રસિંહ રહે. ગામ ખુડી જી.સિડર (રાજસ્થાન) (માલ મોકલનાર ),ધીરસિંહ સુભાષ રેવાડ રહે. ગામ માડાસી જી. ઝુંઝનુ (રાજસ્થાન) (માલ મોકલનાર)ની શોધખોળ હાથ ધરી છે.
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન. ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી. પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.(૬.૪)
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
