<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

મોરબી જીલ્લા કોંગ્રેસ ટીમે કેસરબાગ અને નઝરબાગ પમ્પીંગ સ્ટેશનની મુલાકાત લીધી

ભુગર્ભમાં પાણી સ્ટોર કરવાનું હોય તે ટાંકો અત્યંત ઝર્ઝરીત હાલતમાં જોવા મળ્યો તેમાં પણ અત્યંત દુર્ગંધ યુક્ત પાણી હતું .

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી કોંગ્રેસની ટીમ સાથે સામાકાંઠા પાસે આવેલ કેશરબાગ ખાતે આવેલ પંપીગ સ્ટેશન પર મુલાકાત લીધી હતી જ્યાં સ્થળ પર જે ભુગર્ભમાં પાણી સ્ટોર કરવાનું હોય તે ટાંકો અત્યંત ઝર્ઝરીત હાલતમાં જોવા મળ્યો તેમાં પણ અત્યંત દુર્ગંધ યુક્ત પાણી હતું ત્યાંથી નઝરબાગ પંપીગ સ્ટેશનની મુલાકાત લીધી ત્યા અધિકારીઓ સાથે વાત કરતા જાણવાં મૃળ્યું કે ત્યાં મચ્છુ ડેમ પર થી રોજ લાખો લીટર પાણી આવે છે અને તેનું દરરોજ વિતરણ કરવામાં આવે છે.

સ્થળની પરિસ્થિતિ જોતાં લાગ્યું કે આ પાણી જન આરોગ્ય માટે હાનીકારક છે કારણ કે ત્યાં આવેલ બન્ને ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલત માં છે, પાણીની ટાંકીમાં શેવાળ અને અન્ય કચરો પડ્યો છે તો આ તકે મહાનગર પાલીકાનાં અધિકારીઓને પુછવું છે કે મોરબીની જનતા પાસેથી કરોડો રુપિયા ટેક્સ જે સ્વચ્છ પાણી નો લેવામાં આવે છે કે પછી ગંદકી વાળા પાણી નો..? મોરબી નાં સામાકાંઠા નાં અંદાજીત ૫૦,૦૦૦ થી વધુ લોકો આ પાણીનો ઊપયોગ કરી રહ્યા હોય ત્યારે તંત્ર દ્વારા આવી બેદરકારી શા માટે…? આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા લેખીતમાં ઊચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવશે તેમ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ મહિલા જીલ્લા પ્રમુખ દમીયંતીબેને જનાવ્યુ હતું.

(12:58 AM IST)