News of Friday, 27th June 2025
જામનગરમાં સુભાસબ્રિજ જંક્શનથી નાગનાથ બ્રિજ જંકશન સુધીનો રસ્તો અને નાગનાથ જંકશન એક મહિના માટે વાહન વ્યવહાર માટે બંધ રહેશે
નાગનાથ ગેઇટથી નાગનાથ જંકશન થઇ અંબર જંકશન, સ્વામિનારાયણનગર તથા સુભાષબ્રીજ તરફ જાવકનો રસ્તો બ્રીજ નીચેના હયાત ગાળા મારફત ચાલુ રહેશે.

જામનગર : ડી.એન. મોદી, આઈ.એ.એસ., કમિશનર જામનગર મહાનગરપાલિકા આથી ધ બી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ ની કલમ ૨૩૬ ની જોગવાઈ હેઠળ મળેલ સતાની રૂએ જાહેર જનતાને આથી જાહેર નોટીસથી જાણ કરું છુ કે, જામનગર મહાનગરપાલિકાની હદમાં સાત રસ્તાથી સુભાષ બ્રીજ સુધીના માર્ગ પર ફોર લેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રીજ બનાવવાની કામગીરી અંતર્ગત સર્વિસ રોડ, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેઈન તથા નાગનાથ જંકશનના રેમ્પ સ્લેબ અને નાગનાથ જંકશનના મેઈન અન્ડરપાસ સ્લેબની કામગીરી અનુસંધાને સુભાષબ્રીજ જંકશનથી નાગનાથ બ્રીજ જંકશન સુધીનો રસ્તો તેમજ નાગનાથ જંકશન સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.૨૬/૦૬/૨૦૨૫ થી ૨૫/૦૭/૨૦૨૫ સુધીના સમયગાળા દરમ્યાન તમામ વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે, જેનો અમલ કરવાનો હુકમ ફરમાવું છુ. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધ બી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ ની કલમ - ૩૯૨ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.
તમામ પ્રકારના વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા
(૧) સુભાષબ્રીજ જંકશનથી નાગનાથ જંકશન સુધીના રસ્તા પરથી જાવક બંધ રહેશે. જેના ડાયવર્ઝન રૂટ મુજબ સુભાષબ્રીજ જંકશનથી નાગનાથ ગેઇટ થઇ નાગનાથ જંકશન તરફ જઈ શકાશે.
(૨) નાગનાથ ગેઇટથી નાગનાથ જંકશન થઇ અંબર જંકશન, સ્વામિનારાયણનગર તથા સુભાષબ્રીજ તરફ જાવકનો રસ્તો બ્રીજ નીચેના હયાત ગાળા મારફત ચાલુ રહેશે.
(૩) અંબર જંકશન, સ્વામિનારાયણનગર તરફથી નાગનાથ ગેઇટ તરફનું જંકશન બંધ રહેશે. જેના ડાયવર્ઝન રૂટ મુજબ સુભાષબ્રીજ જંકશનથી નાગનાથ ગેઇટ તરફ જઈ શકાશે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
