News of Friday, 27th June 2025
બોટાદના રાણપુરના કાંકરિયા ચોરા પાસે કાચું મકાન ધરાશાયી: બીજા માળે કામ કરતા ત્રણ મજૂરો પટકાયા
અચાનક લાકડાનો સ્લેબ પડતા દુર્ઘટના ;એક મહિલા અને બે પુરુષને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા

બોટાદના રાણપુરના કાંકરિયા ચોરા પાસે કાચું મકાન ધરાશાયી થયું છે. જર્જરિત મકાનના બીજા માળે કામ કરતા ત્રણ મજૂરો પટકાયા છે. એક મહિલા અને બે પુરુષને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. કામગીરી સમયે અચાનક લાકડાનો સ્લેબ પડતા દુર્ઘટના બની હતી. જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
