તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th June 2025
મોરબી પોલીસે જુગારધામ પર દરોડો પાડી 14 ને ઝડપી લીધા
રામચોકમાં સિદ્ધાર્થ શોપિંગ મોલમાં બીજા માળે દુકાનમાં જુગારધામ ઝડપાયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના રામચોકમાં કે.કે.સ્ટીલ વાળી શેરીમા સિધ્ધાર્થ શોપીંગ મોલમાં બીજા માળે આવેલ દુકાનમા બહાર થી માણસો બોલાવી આરોપી ક્રુષ્ણસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નાલ ઉઘરાવી જુગાર રમાડતા હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી (1) ક્રુષ્ણસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (2) વિશાલભાઇ ઉર્ફે લાલો ભાલુભાઇ બાંભવા (3) ભવ્યરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા (4) યશભાઇ અરવિંદભાઈ ગૌસ્વામી (5) મનસુખભાઈ ડાયાભાઈ જીલરીયા (6) આશીફભાઇ તૈયબભાઇ અધામ (7) હરેન્દ્રસિંહ ઉર્ફે રાજવિરસિંહ દિગ્વિજયસિંહ ઉર્ફે દીલિઉપસિંહ ઝાલા (8) અર્જુનભાઇ ભરતભાઈ ગજેરા (9) દિગ્વિજયસિંહ અનોપસિંહ રાઠોડ (10) મયુરસિંહ હરપાલસિંહ જાડેજા (11) સોહીલભાઈ દાઉદભાઈ સુમરા (12) સુરેશભાઈ દિનેશભાઈ માજુસા (13) રાજદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા અને (14) અલીભાઈ ગુલામભાઈ ચાનીયા તીનપતિનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.પોલીસે દરોડા સ્થળેથી રોકડા રૂપિયા 1,21,900 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
(1:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
