તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 26th June 2025
મોરબી પોલીસનો સપાટો :આલાપ રોડ પર એપાર્ટમેન્ટ અને શનાળા રોડ પરની દુકાનમાં દરોડો : 5 મહિલા સહીત 22 જુગારીઓ ઝડપાયા
મોરબી એ ડિવિજનમાં જુગારના બે ગુના નોંધાયા : 2,07,800 રોકડ રકમ કબજે

મોરબી શહેરના આલાપ રોડ ઉપર આવેલ સિલ્વર ગુડ એપાર્ટમેન્ટના રહેણાંક મકાનમાં તથા મોરબીના સનાળા રોડ ઉપર આવેલ મા આશાપુરા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને પાંચ મહિલા સહિત 22 વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 2,07,800 રોકડ રકમ કબજે કરી હતી અને મોરબી એ ડિવિજનમાં જુગારના બે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડિવિજન પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ કે. કે. સ્ટીલ વાળી શેરીમાં સિદ્ધાર્થ શોપિંગ સેન્ટરના બીજા માળે આવેલ કૃષ્ણસિંહ નરેન્દ્રસિંહ જાડેજાની "માં આશાપુરા એન્ટરપ્રાઇઝ" નામની દુકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કૃષ્ણસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, વિશાલભાઈ ઉર્ફે લાલો લાભુભાઈ બાંભવા, ભવ્યરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજા, યસભાઈ અરવિંદભાઈ ગોસ્વામી, મનસુખભાઈ ડાયાભાઈ જીલરીયા, આશિફભાઈ તૈયબભાઈ અઘામ, વિરેન્દ્રસિંહ ઉર્ફે રાજવીરસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, અર્જુનભાઈ ભરતભાઈ ગજેરા, દિગ્વિજયસિંહ અનોપસિંહ રાઠોડ, મયુરસિંહ હરપાલસિંહ જાડેજા, સોહીલભાઈ દાઉદભાઈ સુમરા, સુરેશભાઈ દિનેશભાઈ માજુસા, રાજદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા અને અલીભાઈ ગુલામભાઈ ચાનીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી રોકડા 1,21,900 કબજે કર્યા હતા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જ્યારે મોરબીના અલાપ રોડ ઉપર આવેલ કર્મયોગી સોસાયટીમાં સિલ્વર ગુડ એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશભાઈ કાસુન્દ્રાના મકાનમાં જુગાર રમતા હોવા અંગેની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ભાવેશભાઈ પ્રવીણભાઈ કાસુન્દ્રા, મૌલિકભાઈ પ્રદીપભાઈ વિરમગામ, હસમુખભાઈ રણછોડભાઈ વરમોરા, લીલાબેન આનંદભાઈ મહાલીયા, હંસાબેન કિશોરભાઈ ગોસ્વામી, વીણાબેન જયંતીભાઈ મેરજા, મનિષાબેન ચંદુભાઈ માકડીયા અને દમ્યંતિબેન જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી રોકડા રૂપિયા 85,900 કબજે કર્યા હતા અને તેની સામે મોરબી એ ડિવિજન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
