<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

જામનગરમાં “NAMASTE” સ્કીમ હેઠળ “કામ ફાઉન્ડેશન” દ્વારા સફાઈ કામદારોને એક ટ્રેનીંગ / વર્કશોપ યોજાયો

શહેરમાં ભૂગર્ભ ગટરની સફાઈ કામગીરી સાથે સંકળાયેલા સફાઈ કામદારો, એન્જીનીયરો, કોન્ટ્રાક્ટરો હાજર રહેલ.

જામનગર : ભૂગર્ભ ગટર અને સેપ્ટિક ટેંકની સફાઈ કામગીરી દરમ્યાન સફાઈ કામદારો ઉપરનું જોખમ અટકાવવાના હેતુથી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ સવારે ૧૦=૦૦ થી ૧૨=૩૦ ના સમયે જામનગર મહાનગરપાલિકા બીજો માળ, કોન્ફરન્સ હોલ ખાતે ભારત સરકારના નેશનલ સફાઈ કર્મચારી ફાઈનાન્સ અને ડેવલપમેન્ટ કોર્પોરેશનના માર્ગદર્શન હેઠળ સરકારની “NAMASTE” સ્કીમ હેઠળ “કામ ફાઉન્ડેશન” દ્વારા સફાઈ કામદારોને એક ટ્રેનીંગ / વર્કશોપ કરવામાં આવેલ. આ વર્કશોપમાં જામનગર શહેરમાં ભૂગર્ભ ગટરની સફાઈ કામગીરી સાથે સંકળાયેલા સફાઈ કામદારો, એન્જીનીયરો, કોન્ટ્રાક્ટરો હાજર રહેલ. આ વર્કશોપમાં સફાઈ કામગીરી દરમ્યાન જરૂરી સાવચેતીના પગલા લેવા, સ્વરક્ષા માટે PPE કિટનો ઉપયોગ કરવો, જોખમી સફાઈ ન કરવી વિગેરે બાબતો સમજાવવામાં આવેલ.

(11:04 PM IST)