<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

વિસાવદરમાં ર કલાકમાં ૪ ઇંચ વરસાદ

માળીયાહાટિના, મેંદરડામાં દોઢ, માણાવદર કેશોદમાં ૧ ઇંચ વરસ્‍યોઃ અમરેલીમાં ધીમીધારે : જૂનાગઢ જિલ્લામાં હવામાનમાં પલ્‍ટો આવતા ગિરનાર રોપવે બંધ

(વિનુ જોશી- યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર/જુનાગઢ, તા. ર૬ :  આજે સવારમાં ૧૦ વાગ્‍યાથી જુનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અને ર કલાકમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ૪ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્‍યો છે.

જયારે માળીયાહાટિના અને મેંદરડામાં દોઢ ઇંચ તથા માણાવદર અને કેશોદમાં ૧ ઇંચ વરસાદ પડયો છે. જયારે જૂનાગઢ અને માંગરોળમાં વરસાદી ઝાપટા પડયા છે.

જૂનાગઢ જિલ્લામાં હવામાનમાં પલ્‍ટો આવતા ગિરનાર રોપવે આજે બપોરે બંધ કરી દેવામાં આવ્‍યો છે. આજે સવારે ૩ કલાક ચાલુ રહ્યા બાદ ફરીથી રોપવે સેવા બંધ કરી દેવાય છે.

અમરેલીનાં પ્રતિનિધી અરવિંદ નિર્મળના અહેવાલમાં જણાવ્‍યુ઼ છે કે આજે બપોરે ૧૧ વાગ્‍યે અમેરલી શહેરમાં ધીમીધારે વરસાદ વરસ્‍યો હતો. 

(1:30 PM IST)