તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
જેતપુરમાં ચમત્કાર હનુમાનજી એ આસોપાલવમાં દર્શન આપ્યા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૨૬: શહેરના શારણના પુલ પાસે આવેલ પૌરાણિક ખાખા મઢી હનુમાનજી મંદિરમાં આવેલ બગીચાના આસોપાલવના વળક્ષમાં હનુમાનજીનો સાક્ષાત્કાર થયો હોય ભક્તોનો મેળવડો જામ્યો હતો.
ગતરાત્રિના સમયે હનુમાનજી મહારાજના ભક્ત એ ખાખા મઢી મંદિર પાસે આવતા આસોપાલવના વળક્ષમાં હનુમાનજી મહારાજ પ્રગટ થયા હોય તેમ તેમની દિવ્ય પ્રતિ કળતિ દેખાતા તેમણે વિસ્તારના લોકોને જાણ કરતાં ભક્તો ના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આસોપાલવના વળક્ષમાં હનુમાનજી મહારાજનો સાક્ષાત્કાર થતાં ભક્તોએ ભગવાન શ્રીરામ તેમજ હનુમાનજી મહારાજનો જય ઘોસ બોલાવેલ અને આ વાત શહેરમાં વાયુ વેગે પ્રસરી જતા મોડી રાત સુધી લોકો દર્શન કરવા પહોંચ્યા હતા. (
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
