News of Thursday, 26th June 2025
કટોકટીના કાળખંડને ભૂલીએ નહીં અને લોકશાહીના મૂલ્યોનું જતન કરીએઃ કુંવરજીભાઇ
પોરબંદરમાં પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની ઉપસ્થિતિમાં સંવિધાન હત્યા દિન ઉજવણી કાર્યક્રમ યોજાયો ૧૯૭૫ની કટોકટી એ લોકશાહી ઉપરનું કલંકઃ અર્જૂનભાઇ મોઢવાડિયા સંવિધાન હત્યા દિને ભૂપેન્દ્રભાઇ પટેલના ગાંધીનગરના કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરાયું: કટોકટી ઉપરની ફિલ્મ રજૂ થઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર. તા.૨૬: અધ્યાય કટોકટી લગાવ્યાના ૫૦ વર્ષની પૂર્ણતાએ લોંગ લીવ ડેમોક્રેસી યાત્રા હેઠળ‘‘સંવિધાન હત્યા દિવસ ઉજવણી કાર્યક્રમ પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ બંધારણ હત્યા દિવસ નિમિત્તે જણાવ્યું કે, ઙ્કલોકશાહી એ આપણું મૂળ છે અને તેની જાળવણી દરેક નાગરિકની ફરજ છે. કટોકટીનો સમય માત્ર ઈતિહાસ નહીં, પણ એક શીખ છે. મંત્રીશ્રી કુંવરજીભાઇએ યુવાનોને સંદેશ આપ્યો હતો કે, તેઓ લોકશાહીના આ કાળા અધ્યાયને ભુલવો જોઈએ નહીં અને આજના સમયમાં પણ બંધારણ અને લોકશાહી માટે જાગળત રહેવું જરૂરી છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે, ‘‘આજરોજ કટોકટીના કાળા અધ્યાયને ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. ૧૯૭૫ની કટોકટી એ લોકશાહી પર કલંક છે.‘‘જ્યારે વિરોધ પક્ષ સરકાર રચવાની તૈયારીમાં હતી ત્યારે માત્ર પોતાની સત્તા બચાવવા માટે તે સમયની તત્કાલીન સરકાર દ્વારા કટોકટી જાહેર કરવામાં આવી હતી. પ્રેસના અવાજને દબાવવામાં આવ્યો અને અસહમતિ પ્રગટાવતા લોકોને જેલમાં નાખવામાં આવતા હતા''
મનપાના કમિશનરશ્રી શ્રી હસમુખ પ્રજાપતિએ સૌ મહાનુભાવોનું સ્વાગત કરતાં કહ્યું હતું કે, આજે કટોકટીના ૫૦ વર્ષ પૂર્ણ થયા છે.તેમણે લોકશાહીના મૂલ્યોનું સંવર્ધન અને સંરક્ષણ કરવાનું મહત્વ ઉજાગર કર્યું હતું તથા સર્વે ઉપસ્થિતોને લોકશાહી જાળવવા માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રેરણા આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા કટોકટીના ૫૦ વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગાંધીનગરના ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ પ્રદર્શીત કરવામાં આવ્યું હતું અને કટોકટી અંગે ફિલ્મનું પ્રસારણ પણ કરવામા આવ્યું હતું.
સંવિધાન હત્યા દિન કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા,પોરબંદર કલેકટર એસ. ડી ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષ પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રી ભાજપ અશોકભાઈ મોઢા સહિતના અગ્રણીઓ , નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
