News of Thursday, 26th June 2025
હળવદના ચરાડવાના સુપ્રસિદ્ધ મહાકાળી આશ્રમમાં ચોરી
તસ્કરો કાળ ભૈરવ મંદિર તેમજ મહાદેવ મંદિરની દાનપેટી તોડીને અડધો લાખ ઉઠાવી ગયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૬: હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ પ્રસિદ્ધ મહાકાળી આશ્રમમાં આવેલ બે અલગ અલગ મંદિરની દાનપેટી તોડી અજાણ્યો તસ્કર રૂપિયા ૫૨ હજારની ચોરી કરતા બનાવ અંગે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ પ્રસિદ્ધ મહાકાળી આશ્રમમાં આવેલ કાળ ભૈરવ મંદિર તેમજ મહાદેવ મંદિરની દાનપેટી તોડી અજાણ્યો તસ્કર રૂપિયા ૫૨ હજારની ચોરી કરી જતા બનાવ અંગે મોરબીની ઉમા ટાઉનશીપમાં રહેતા અને મંદિરના અનુયાયી રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાબડતોબ પગલા ભરી ડોગ સ્કવોડ સહિત ઘટનાસ્થળે દોડી જઇ ત્વરીત તપાસ હાથધરી છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
