<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

આટકોટમાં કાકા સરપંચ બનતા ખુશીમાં ભત્રીજા મનોજ ખોખરીયાનું હાર્ટએટેકથી મૃત્‍યુ

 

(કરશન બામટા દ્વારા) આટકોટ, તા. ર૬: આટકોટ ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થતા જ સરપંચ ઉમેદવાર કાનાભાઈ ખોખરીયા છતાં તેમની ખુશીમાં તેમના ભત્રીજાને તેમના વિજય સરઘસમાં હાર્ડ એટેક આવી ગયો હતો તેમના તાત્‍કાલિક હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો જ્‍યાં તેમનું મળત્‍યુ નીપજ્‍યું હતું ત્‍યારે ખુશીના માહોલમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

આટકોટ ગ્રામ પંચાયતસરપંચ ની ચુંટણી નું પરિણામ હોય ત્‍યારે ગામના આગેવાનો લોકો ઉત્‍સાહિત હોય ત્‍યારે મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા ત્‍યારે આટકોટ નાં સરપંચ નાં ઉમેદવારો ગણતરી હોય જેમાં સરપંચ નાં ઉમેદવાર કાનાભાઈ ખોખરીયા વિજેતા જાહેર થયા ત્‍યારે તેમનો ભત્રીજો મનોજ ભરતભાઇ ખોખરીયા ૩૦ વર્ષ ને ખુશી થી જુમી ઉઠ્‍યો હતો કચેરી થી વિજય સરઘસ નિકળ્‍યું હતું ત્‍યારે આટકોટ ગામમાં પહોંચ્‍યા હતા જ્‍યાં સૂર્યમુખી હનુમાનજી મંદિર તેમજ આટકોટના મોટા રામજી મંદિરે હનુમાન ચાલીસા પાઠ કરી અને ગામના મુખ્‍ય માર્ગો પર આ વિજય સરઘસ ગામના મોટા ચોકે પહોંચી હતું ત્‍યાં મનોજ ને અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં તેમને તાત્‍કાલિક સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા ત્‍યારે તેમનું પ્રાણ પંખી ઉડી ગયું હતું ત્‍યારે ખુશીના માહોલમાં અચાનક શોકની લાગણી ફેલાઇ ગઇ હતી ત્‍યારે કહેવત છે કે જાને કી ના નાથ જાણ્‍યું નથી કાલે સવારે શું થવાનું ત્‍યારે નાના એવા આટકોટ માં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી પરીવાર માં અરેરાટી વ્‍યાપી ગઇ હતી ભરતભાઇ ને બે પુત્ર છે જેમાં આ નાનો પુત્ર છે જેમણે પાંચ દીવસ પહેલાં જ મોબાઈલ ની દુકાન બનાવી હતીઃ ત્‍યારે ગામમાં વાત ફેલાઈ જતાં લોકોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી

(11:34 AM IST)