<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

અષાઢી બીજે મોરબીમાં મેઘો મન મુકીને વરસી પડશે

આજે બપોર બાદ મોરબીમાં મેઘાવી માહોલ, બે ઈચ સુધી વરસાદ થશેઃ રમેશ બસીયા

(જયેશ ભટાસણા) ટંકારાઃ ગત ૧૬ તારીખે ગુજરાતમાં ચોમાસુ બેઠું તે દિવસથી આજ સુધી હજુ ગુજરાતમાં અલગ અલગ વિસ્‍તારમાં વરસાદ પડે છેં અને હજુ મહિના ની આખર સુધી ૩૦ જુન સુધી આજ પેટર્નનો વરસાદ ચાલુ રહેશે.

હાલ એક ટ્રફ ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી ઝારખંડ અને તેના આસપાસના અપર એર સર્કયુલેશન (યુએસી) સુધી લંબાઈ છે. એક અપર એર સર્કયુલેશન (યુએસી) મધ્‍ય બંગાળની ખાડી પર ઉત્તર આંધ્ર પ્રદેશના કાંઠે છે. અને એક સિસ્‍ટમ્‍સ ઉત્તરપ્રદેશના ભાગો પર છે. ઉપરોક્‍ત પરિબળોને લીધે સૌરાષ્‍ટ્ર કચ્‍છ અને ગુજરાતમાં હળવાથી મધ્‍યમ અને અમુક વિસ્‍તારમાં ભારે વરસાદ જોવા મળશે. સિસ્‍ટમ્‍સ લોકેશન આધારિત અલગ અલગ વિસ્‍તારમાં વરસાદ પડશે. તાપમાન ૩૦ થી ૩૩ ડિગ્રી આસપાસ રહેશે ભેજનું પ્રમાણ વધુ રહેશે. તેમ  હવામાન નિષ્‍ણાત રમેશ બસીયા (નાનાંખીજડીયા ટંકારા ) એ જણાવ્‍યું હતું.

(11:19 AM IST)