<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

રાજકોટના સણોસરા ગામ કોમી એખલાસનું ઉદાહરણ બન્‍યું: ગામમાં હિન્‍દુ બહુમતી છતાં મુસ્‍લિમ મહિલા સરપંચ બન્‍યા

સણોસરા ગ્રામ પંચાયતમાં હિન્‍દુ બહુમતી ધરાવતા ગામમાં મુસ્‍લિમ મહિલા ડો. નફીસા સેરસિયા સરપંચ તરીકે ચૂંટાયા

રાજકોટ, તા. ર૬: રાજકોટના ગામડાઓની ચૂંટણીના પરિણામો પણ રસપ્રદ આવ્‍યા હતા. ગોંડલના પાટખીલોરી ગામના મહિલા વસંતબેન સોલંકી માત્ર ૨ મતથી વિજેતા થયા હતા. બે મતથી હારજીત થતાં ફરી મતગણતરી થઈ હતી. રિકાઉન્‍ટિંગમાં વસંતબેન પ્રવીણભાઈ સોલંકીને ૧૦૨૯ માંથી ૪૮૨ મત જ્‍યારે તેના વિરોધી સરોજબેન ચૌહાણને ૪૮૦ મત મળ્‍યા હતા. આમ બે મતથી જ વસંતબેન જીતી જતાં સમર્થકો ઝૂમી ઉઠ્‍યા. રાજકોટના સણોસરા ગામના પરિણામે બધાને ચોંકાવ્‍યા હતા. આખું ગામ હિન્‍દુ વસ્‍તી ધરાવતું હોવા છતાં એક મુસ્‍લિમ મહિલા વિજેતા બની. સણોસરા ગ્રામ પંચાયતમાં હિન્‍દુ બહુમતી ધરાવતા ગામમાં મુસ્‍લિમ મહિલા ડો. નફીસા સેરસિયા સરપંચ તરીકે ચૂંટાયા. આમ ગામમાં હિન્‍દુ મુસ્‍લિમ વચ્‍ચે એકતા જોવા મળી. આ બાજુ રાજકોટના એપી સેન્‍ટર ગણાતા રિબડાના ૧ સભ્‍યની પેટા ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્‍ય સ્‍વ. મહિપતસિંહ જાડેજાના પૌત્ર સત્‍યજીતસિંહ જાડેજા વિજેતા જાહેર થયા. જેથી સમર્થકોએ ઢોલ નગારા સાથે ઉજવણી કરી.

(11:02 AM IST)