<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

જસદણના હીરા ઉદ્યોગપતિ રૂડાભાઈ ભગતની વિજયભાઈ રૂપાણીને પુષ્‍પાંજલિ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) : જસદણ તા. ૨૬ : જસદણના અગ્રણી હીરા ઉદ્યોગપતિ રૂડાભાઈ ભગતે પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીને અંજલી આપતા જણાવ્‍યું હતું કે  દિવંગત વિજયભાઈ રૂપાણી સાથે તેમને આત્‍મીય સબંધ હતા. વિજયભાઈ રૂપાણી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ હતા.  વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના સફળ મુખ્‍યમંત્રી તરીકે સેવા આપી હતી. હંમેશા ગુજરાત અને ગુજરાતની જનતાનું હીત ઈચ્‍છનાર બહુ સાદગી ભર્યું જીવન જીવતા હતા. આરએસએસના ઙ્કખર હિમાયતી હતા. તેઓ રાજકારણમાં હોવા છતાં રાજકારણનો જીવ નહીં પરંતુ સેવાનો જીવ હતો. લાગણી સંવેદના અને ઙ્કેમભાવ તેની નસેનસમાં ભરેલો હતો. તેમના સેવા કાર્યોને લઈને તેઓ દુનિયામાંથી વિદાય લીધી હોવા છતાં પણ આજીવન અમર થઈ ગયા છે. તેમને રાજકોટ  તેમજ ગુજરાતની જનતા કયારેય ભૂલી શકશે નહીં. તેમના અચાનક અંતરિક્ષાગમન થી ગુજરાતને કયારેય પૂરી ન શકાય એવી  ખોટ પડી છે. તેમણે  કર્મ જ એવા સુંદર કર્યા છે કે  ભગવાન પરમાત્‍માને ભલામણ કરવી ન પડે કે વિજયભાઈના આત્‍માને ચિર શાંતિ આપે. તેમના અમર આત્‍માને અંતમાં અગ્રણી હીરા ઉદ્યોગપતિ  રૂડાભાઈ ભગતે હૃદયાઅંજલિ અર્પણ કરી હતી.

(11:01 AM IST)