<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળછાંયુ વાતાવરણઃ હળવા-ભારે ઝાપટા

સવારે જુનાગઢ, વંથલી, રાજકોટ, સાવરકુંડલામાં છાંટા વરસ્‍યા : સાર્વત્રિક મેઘકૃપાની રાહ

 

ગોંડલમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ :  કાળા ડિંબાગ વાતાવરણથી સવારમાં અંધારપટ   : ગોંડલઃ ગોંડલમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થતા છત્રી નો સહારો લેવો પડ્‍યો હતો. કાળા ડિંબાળ વાતાવરણથી સવારમાં અંધારપટ છવાઈ ગયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ, તા., ૨૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળછાંયુ વાતાવરણ યથાવત છે અને આવા વાતાવરણ વચ્‍ચે હળવા-ભારે ઝાપટા વરસી જાય છે.

આજે સવારે જુનાગઢ, વંથલી, રાજકોટ, સાવરકુંડલામાં છાંટા વરસ્‍યા છે અને સાર્વત્રિક મેઘકૃપાની રાહ સૌ કોઇ જોઇ રહયા છે.

ગુજરાતના મોટાભાગના વિસ્‍તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્‍યારે હવામાન વિભાગે આગામી ૧ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્‍ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા છે. નર્મદા અને તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્‍ટર એ.કે.દાસે જણાવ્‍યું હતું કે, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગમાં પણ અતિભારે

વરસાદની સંભાવનાઓ છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શકયતાઓ છે. મધ્‍ય ગુજરાતમાં દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્‍ણાતના જણાવ્‍યા અનુસાર, તા. ૨૬થી ૩૦ જૂન સુધી બંગાળના ઉપસાગરમાં સિસ્‍ટમ સક્રિય થવાથી ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શકયતા છે. તેમજ ઘણા ભાગોમાં પૂર આવવાની પણ શકયતાઓ છે. જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્‍ટમ બનવાની શકયતાઓ છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાત, મધ્‍ય ગુજરાત, પંચમહાલ, ઉત્તર ગુજરાત, સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જુનાગઢ

આજે સવારથી જુનાગઢ, વંથલીમાં ધીમી ધારે વરસાદ શરૂ થતા લોકોમાં ખુશી છવાઈ ગઈ હતી. જ્‍યારે સોરઠના અન્‍ય વિસ્‍તારોમાં મેઘાવી માહોલ રહ્યો હતો.

સોમવારથી જુનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ આરામ ફરમાવ્‍યો હતો. ત્રણ દિવસના વિરામ બાદ ફરી આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. આકાશ વરસાદી વાદળોથી ઘેરાઈ ગયું હતું. જુનાગઢ શહેર તેમજ ગિરનાર અને દાતાર પર્વત વિસ્‍તારમાં સવારથી મેઘરાજાએ ધીમી ધારે મંડાણ કર્યા હતા. ફરીથી મેઘ સવારી આવી પહોંચતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

સવારે જૂનાગઢમાં વરસાદ શરૂ થવા છતાં લઘુતમ તાપમાન ૨૭.૨ ડિગ્રી નોંધાયું હતુ. જ્‍યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા રહ્યું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૫.૨ કિલોમીટરની રહી હતી.

જૂનાગઢની સાથે સાથે આજે સવારે વંથલી વિસ્‍તારમાં પણ મેઘરાજાએ પધરામણી કરી હતી. હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસતા સવારના પ્રારંભિક બે કલાકમાં વંથલી ખાતે ત્રણ મીમી વરસાદ નોંધાયો હતો.

જ્‍યારે જુનાગઢ જિલ્લાના અન્‍ય વિસ્‍તારોમાં વરસાદી વાતાવરણ રહ્યું હતું, સવારથી મેઘરાજાએ આળસ મરડી હોવાથી દિવસ દરમિયાન જમાવટ થાય એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો

લઘુત્તમ તાપમાન    - ૨૭.૫ સે.ગ્રી. મહત્તમ તાપમાન    - ૩૨ સ.ગ્રી., ભેજનું પ્રમાણ - ૯૫ ટકા, પવનની ગતિ -૬.૫ કિ.મી. છે. (૯.૯)

(10:48 AM IST)