<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

ગોંડલ ગ્રામ પંચાયતની ચુંટણીઓનાં પરીણામ માં ઘણા અપસેટ સર્જાયાઃ રીબડામાં અનિરુદ્ધસિંહનાં પુત્ર સત્‍યજીતસિંહ ની જીતેચોરડી માં ધુરંધર દશરથસિહ ની હાર

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૬: ગોંડલ તાલુકા ની ગ્રામ પંચાયત ની પાંચ ગામની સરપંચ માટે તથા અન્‍ય સદસ્‍યોની પેટા ચુંટણીઓ નાં પરીણામ જાહેર થયા હતા.જેમાં તાલુકાભર ની જેના પર નજર હતી તે રીબડા ની વોર્ડ નં.૮ ની યોજાયેલ પેટા ચુંટણીમાં અનિરુદ્ધસિંહ જાડેજાનાં પુત્ર સત્‍યજીતસિંહ નો વિજય થયોછે.તેમનાં હરીફ રક્ષીત ખુંટ ની હાર થઇ છે.ચકચારી બનેલા આપઘાત પ્રકરણ નાં  સ્‍વ.અમીત ખુંટ નાં રક્ષીત ખુંટ કૌટુંબિક ભાઇ થાય છે.હાલ આ ચકચારી કેસ માં અનિરુદ્ધસિંહ ફરાર છે.રીબડાની આ બેઠક પર પુર્વ ધારાસભ્‍ય મહિપતસિંહ ચુંટાયા હતા.તેમના નિધન થી બેઠક ખાલી પડી હતી.હવે આ બેઠક પર તેમના પૌત્ર સત્‍યજીતસિંહ નો વિજય થયો છે.ચોરડી ગ્રામ પંચાયત માં ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો.જેમાં જુના અને ધુરંધર આગેવાન ગણાતા દશરથસિહ ઝાલા ની હાર થઇ છે.અહી આશાબા રાજેન્‍દ્રસિંહ ઝાલાનો શાનદાર વિજય થયોછે.પાટખિલોરી માં સરપંચ પદે વસંતબેન પ્રવિણભાઈ સોલંકી ની માત્ર બે મતે જીત થઈ છે.અહી બે મતે હાર જીત થઈ હોય રિકાઉન્‍ટીંગ કરાયુ હતુ.વણથલી મા સરપંચ તરીકે મધુબેન પ્રવિણભાઈ કંડોલીયા ની જીત થઈ છે.મોવિયા માં વોર્ડ નં.૬ ની પેટા ચુંટણીમાં અંકીતાબેન ભાર્ગવભાઇ આંદીપરાની ૬ મતે જીત થઈ છે.નવી બનેલી ગ્રામ પંચાયત વાવડીનાં વીડા ગામ માં સરપંચ તરીકે ભરતભાઇ બાબુભાઇ મકવાણા નો ૧૦૩ મતે  વિજય થયો છે. બાંદ્રા વોર્ડ નંબર.૪ ની પેટા ચુંટણી માં પરષોતમભાઇ કરશનભાઈ ઘોણીયાનો ૧૮ મત થી વિજય થયોછે.સુલતાનપુર વોર્ડ નં.૭ ની પેટા ચુંટણીમાં વર્ષાબેન મહેન્‍દ્રભાઈ ભાદાણીનો ૫ મતે વિજય થયો છે.(૩૮.૧૩)

 

(10:27 AM IST)