<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

જસદણ સાણથલી - દોલતપર વિસ્‍તારમાં કોઇ હિંસક પ્રાણીઓ દેખાઇ દીધા : કેટલાક લોકોને પગમાં બચકા ભર્યા

(હસમુખ વસાણી દ્વારા) સાણથલી, તા.૨૬: જસદણના સાણથલી ગામના અને દોલતપર ગામ પાસેના ભાદર નદીકાંઠા વિસ્‍તારના ખેતીવાડી વિસ્‍તારમાં છેલ્લા બે દિવસથી કોઈ પ્રાણી દેખાતા અને અનેક લોકો ઉપર મોટાભાગે સાંજના સમય દરમિયાન હુમલો કરી પગમાં બચકા ભરીઅનેક લોકોનેઘાયલ કરતાઆ વિસ્‍તારના લોકોમાં ભયનો  માહોલ  ફેલાયો છે.. પ્રત્‍યક્ષ દર્શીઓએ જણાવ્‍યા પ્રમાણે કુતરા જેવું દેખાતું પ્રાણી ખૂબ જ હિંસક રીતેમાનવ વસાહત ઉપર જેમાં હાલમાં ખેતીવાડી વિસ્‍તારમાં પરપ્રાંતીય લોકો નો વસવાટ વધારે હોય..પર પ્રાંતિય લોકોને મોટા ભાગે ઝપટમાં લીધા છે..જેમાં મહિલાઓ નાના નાના બાળકો પુરુષોને.. તમામનેપગમાં બચકા ભરીને ઘાયલ કરતા સાણથલી સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર તેમજ ખાનગી દવાખાનામાં સારવાર કરવામાં આવી હતી જેમાં ૨   પર પ્રાંતીય મહિલાઓ..  ૨  નાના  બાળકો  જે બે ત્રણ વર્ષની ઉંમરના છે સાણથલી સામે આરોગ્‍ય કેન્‍દ્રમાંથી  જસદણ..ગોંડલ ..અને રાજકોટખાતે રિફર કરવામાં આવ્‍યા છે.

આ હિંસક પ્રાણી કુતરા જેવું દેખાય છે અને પરંતુ કૂતરું ન હોવાનું ઙ્કત્‍યેક દર્શીઓ જણાવે છે છેલ્લા બે દિવસથી મોટાભાગે સાંજના સમય દરમિયાન દેખાય છે ૧૫ થી ૧૭ જેટલા નાના મોટા વ્‍યક્‍તિકોને નાની મોટી ઈજાઅને બચકા ભર્યા હોય સાણ થલી    દોલતપુર પાસેના ભાદર નદી કાંઠા વિસ્‍તારમાં ખેતીવાડીમાં રહેતા લોકો ભયના ઓથાર હેઠળ રહે છે આ વિસ્‍તારમાં આજે જસદણ ફોરેસ્‍ટ વિભાગમાંથી પ્રતિપાલસિંહ ચુડાસમા એ રૂબરૂતપાસ કરતા તેઓના જણાવ્‍યા અનુસાર આ વિસ્‍તારમાં ઝરખ નામનું પ્રાણી આવી ચડેલ હોય એવો અંદાજ છે જેને પકડવા માટે આજે લોકેશન વિસ્‍તારમાં પાંજરું મૂકીને પકડવાની કામગીરી કરવામાં આવશે.

(10:19 AM IST)