તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
ઉત્તેજનાનો અંત: કચ્છની ૧૨૯ ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર
રતનાલ ગામે હાઈપ્રોફાઈલ જંગ, ૧૧૮ ગામોમાં માં નવા સરપંચ સાથે સદસ્યો અને ૧૧ ગામોમાં માં પેટા ચૂંટણી સાથે નવા સદસ્યોની વરણી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ : રાજ્યભરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. જોકે, ગઈકાલે પરિણામો દરમ્યાન ભારે ઉત્તેજનાનો માહોલ રહ્યો હતો. કચ્છની વાત કરીએ તો ૧૧૮ ગામોમાં સરપંચ સાથે નવા સદસ્યો ચૂંટાઈ આવ્યા છે. જ્યારે અન્ય ૧૧ ગામોમાં પેટા ચૂંટણીમાં ક્યાંક સરપંચ તો ક્યાંક સદસ્યોની ચૂંટણી હતી. અંજાર તા.ના રતનાલ ગામે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના પુત્ર ત્રિકમ આહીરની હાર થઈ હતી. અહીં વર્તમાન ધારાસભ્ય ત્રિકમભાઈ આહીર (માસ્તર) ના સહયોગથી મહિલા સરપંચ સરિયાબેન વરચંદ (આહીર) ચૂંટાઈ આવ્યા હતા. અનેક ગામોમાં લોકોનો અલગ મિજાજ જોવા મળ્યો હતો એટલે પરિણામોમાં ઉલટ ફેર વરતાયો હતો.(તસવીરો: મુકેશ રાજગોર, રાપર)
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
