તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
સંઘ ઉપર પ્રતિબંધ હટાવો તેવા પોસ્ટરો લગાડતી વખતે પકડાય ગયાં બાદ અતિશય ત્રાસ અપાતો હતો
પોરબંદરના વિરજીભાઇ પરમારે કટોકટી સમયની વેદનાને વાગોળીઃ લોકશાહી માટેના સંઘર્ષોને સન્માન આપવાનો પવિત્ર અવસર એટલે સંવિધાન હત્યા દિવસ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા. રપ, વિરજીભાઇ પરમારે વાગોળી એ સમય કટોકટી કાળની વેદનાને આજે રવજીભાઇ સંવિધાન હત્યા દિને યાદ કરીને જણાવે છે ૨૫ જૂન,સંવિધાન હત્યા દિવસ
દેશ પર ૧૯૭૫ માં લદાયેલી કટોકટી અને તે દિવસો દરમ્યાન કેવી રીતે હજારો લોકો કોઇ કારણો વિના સંઘર્ષમાં આવ્યા હતા ૨૫ જૂન સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવાય છે ત્યારે આ યાદો એ સમયની વેદના અને લાદવામાં આવેલી કટોકટીની યાદ અપાવે છે.
દેશના ઇતિહાસમાં કાળી ટીલી સમાન કટોકટીના ૫૦ વર્ષ નિર્મિતે કટોકટી દરમિયાન જેલવાસ, દુઃખ, પીડા અને વેદના ભોગવેલા વિરજીભાઇ પરમાર કટોકટી દરમ્યાન વેઠેલી પોતાની અપાર વ્યથાઓ અને તત્કાલીન તંત્રની ક્રૂરતા સામેના સંઘર્ષ અંગે હૃદયસ્પર્શી વાતમાં જણાવ્યું કે, ‘‘અમે તે સમયે સંઘના સક્રિય કાર્યકરો હતા. અમને કટોકટી હટાવો, જયપ્રકાશ નારાયણને મુક્ત કરો, સંઘ પરનો પ્રતિબંધ હટાવો જેવા સૂત્રો લખેલા પોસ્ટર પોરબંદર શહેરભરમાં લગાવવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું, જે અમે કેટલાક સાથીઓની સાથે મળીને કરેલું.''
સિનિયર સીટીઝન વિરજીભાઇએ વધુમાં જણાવ્યું કે, ‘‘એ સમય એવો હતો કે કાયદો, વ્યવસ્થા, લોકતંત્ર કે માણસાઇ પણ મરી પડી હોય તેમ લાગતું. તત્કાલીન તંત્રએ અમારી ધરપકડનો આદેશ આપ્યો ત્યારે અમારું પીછો કરતાં અમારો જ એક બાળ સાથી પકડાય ગયો હતો. તેની પર ગંભીર અત્યાચાર કર્યા બાદ અમને પણ પકડી પાડ્યા હતા. અમારાથી સતત એકજ પુછાતો - પોસ્ટર કયાંથી આવ્યા? પણ અમે નાં બોલ્યા. ૧૪ દિવસના રિમાન્ડમાં અમને અત્યંત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.''
અપાત્કાળના સમયમાં અસંખ્ય નાગરિકોના મૂળભૂત અધિકારોના હનન કરાયા હતા આ અનુભવો નવા પેઢી માટે સંવિધાન નું સંરક્ષણ માટે સતત જાગળત અને લોકશાહીના મૂલ્યોનું સતત જતન કરવા માટે જાગળત કરે છે. સંવિધાન હત્યા દિવસની ઉજવણી માત્ર યાદગિરી નહીં પરંતુ લોકશાહી માટેના સંઘર્ષોને સન્માન આપવાનો પવિત્ર અવસર છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
