News of Wednesday, 25th June 2025
‘‘ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરી હીરો બનો'' ચર્ચા ચવાણું રૂપિયા કે ચપલાથી ચુટાવુ હવામાં હવાતિયા મારવા સમાન
પેટા ચૂંટણી પરિણામ બાદ મોરબી કોંગ્રેસના મહેશ રાજકોટિયાનું નિવેદન

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારાઃ તા. રપ ગુજરાતની પેટા ચૂંટણીના પરીણામ બાદ પાટીદાર સમાજના અગ્રણી પાસના દિગ્ગજ નેતા અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મહેશ રાજકોટિયાએ સેવાનો ઝંડો પકડી નેતાગીરી કરતાને લોકોની વચ્ચે રહી કામ કરવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે, ‘‘ગ્રાઉન્ડ ઝીરો પર જઈને ક્રોંગ્રેસના નેતાઓએ લોકોની સમસ્યાઓ સાંભળવી જોઈએ અને તેનું નિરાકરણ લાવવું જોઈએ. આવું કરવાથી જ નેતા ખરા અર્થમાં હીરો બની શકે છે. તેમનું આ નિવેદન સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, ''ચૂંટણી જીતવી એ માત્ર શરૂઆત છે, ખરી જવાબદારી તો લોકોના હૃદય જીતવાની છે. અંતમા કહું કે ચુંટણી ટાણે ચર્ચા ચવાણું ને ચપલાથી કયારેય ચુંટાવુ શકય નથી. આ હવામાં હવાતિયા મારવા જેવી વાત છે કોંગ્રેસ ટિમ લોકોની વચ્ચે રહીને લોકોના મુસિબત-મુંજવતા પ્રશ્નોને સમજીને તાત્કાલિક નિરાકરણ લાવવા મોરબી જિલ્લાથી દાખલો બેસાડી નવી શરૂઆત કરે એજ અમારો અભિગમ છે જેને ૧૦૦% પૂર્ણ કરવા સતત સંઘર્ષ સાધશુ
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
