<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

વિસાવદરમાં ગોપાલ ઈટાલીયાની જીત થતાં મોરબીમાં આમ આદમી પાર્ટીની ઉજવણી.

કાર્યકરોએ ઢોલ સાથે ફટાકડા ફોડી ગરબે રમી એકબીજાના મો મીઠા કરાવ્યા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થતા મોરબીમાં ઉજવણી કરવામાં આવી છે. જેમાં આમ આદમીના આગેવાનો અને કાર્યકરોએ ઢોલ સાથે ફટાકડા ફોડી ગરબે રમી એકબીજાના મો મીઠા કરાવ્યા હતા.

    વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે. જેને પગલે મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે બપોરે સુપર માર્કેટ સામે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આગેવાનો અને કાર્યકરોએ ઢોલ વગાડી, ફટાકડા ફોડી ગરબે રમી ખુશી વ્યક્ત જરી હતી. વધુમાં આમ આદમી પાર્ટીએ આગામી દિવસોમાં મોરબીની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાપાલિકાની ચૂંટણીમાં એડીચોટીના જોર સાથે લડવાનું એલાન કર્યું હતું. ઉપરાંત ચૂંટણી લડવા ઇચ્છતા પ્રામાણિક લોકોને આમ આદમી પાર્ટીનો સંપર્ક કરવાની પણ હાંકલ કરી હતી.

(12:58 AM IST)