<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

પોરબંદર જિલ્લામાં દોઢથી ચાર ઇંચ

પોરબંદર ૪૦ મીમી, રાણાવાવ પ૭ મીમી, કુતિયાણા ૯૩ મીમી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૩ :  જિલ્લામાં આજે સવારે પુરા થતાં ર૪ કલાકમાં સરેરાશ દોઢથી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર ૪૦ મીમી રાણાવાવ પ૭ મીમી, કુતિયાણા ૯૩ મીમી વરસાદ નોંધાયો છે.

એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૬૬.૬ મીમી નોંધાયો છે.

ખંભાળા જળાશય વિસ્‍તારમાં પ૧ મીમી વરસાદ પડતા ખંભાળા જળાશયમાં પ ઇંચ નવું પાણી આવ્‍યું છે અને કુલ સપાટી ર૩ ફૂટ પહોંચી છે. ફોદાળા જળાશય વિસ્‍તારમાં ૬૬ મીમી વરસાદ નોંધાયો છે.

(1:45 PM IST)