<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

પોરબંદર ભાજપ દ્વારા વિજયભાઈ રૂપાણીને શ્રધ્‍ધાંજલી

પોરબંદર, અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનામાં દિવંગત થયેલા લોકો અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તથા પૂર્વ પ્રદેશ અધ્‍યક્ષ અને પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અટલ ભવન ભાજપ કાર્યાલય ખાતે પ્રાર્થનાસભા યોજાઈ હતી. આ પ્રાર્થનાસભામાં ભારતીય જનતા પાર્ટીના પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ, વિજયભાઈની થયેલી ખોટ કયારે પણ બુરાસે નહીં એમ જણાવ્‍યું હતું. જિલ્લા ભાજપ મહામંત્રી શ્રીઅશોકભાઈ મોઢા સહિતના આગેવાનો એ સ્‍વ.વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ સ્‍વ.વિજયભાઈ રૂપાણીના પરિવાર પરિવારજનોને આ દુઃખ સહન કરવાની સાંત્‍વના પાઠવી હતી. જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો સુધરાઇના પૂર્વ પ્રમુખો તાલુકા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો સમાજના વિવિધ ક્ષેત્રોના આગેવાનો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તથા વિજયભાઈના પોરબંદર સાથેના સ્‍મરણોને વાગોળયા હતા. કાર્યક્રમનું સંચાલન આગેવાન શ્રી કેતનભાઇ દાણી દ્વારા કરવામાં આવ્‍યું હતું. વિજયભાઈને શ્રધ્‍ધાંજલી અર્પવાનો કાર્યક્રમ યોજાયો તે તસ્‍વીર

(1:35 PM IST)