<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

બેન્‍કોમાંથી પૈસા ઉપાડનાર ભોળા લોકો ઉપર નજર કેન્‍દ્રીત કરી ઉઠાંતરી કરતી કડીયાસાસી ગેંગના બે ઇસમોને પકડી પાડતી દ્વારકા પોલીસ

ખંભાળીયા તા.૨૩: ભાણવડ પો.સ્‍ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૬૨૨/૨૦૨૫ BNS-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો ગત તા.૧૯/૦૬/૨૦૨૫ ના રોજ ભાણવડના સેન્‍ટ્રલ બેંક સામે જાહેરમાં ફરીયાદીએ પાર્ક કરેલ ટુ-વ્‍હિલરના હેન્‍ડલમાં ટીંગાડેલ થેલી જેમાં રોકડા રૂપીયા એક લાખ રાખેલ તેની ઉઠાંતરી કરી ચોરી થયેલ.

વર્કઆઉટ દરમ્‍યાન સી.સી.ટી.વી. ફુટેજ આધારે ટેકનીકલ સ્‍ટાફ સાથે સંકલન કરી સદર ગુનામાં બે ઇસમો નવા જેવુ નંબર પ્‍લેટ વગરનુ સાઇન મોટરસાયકલ લઇ ચોરી કરવા આવેલ હોવાનુ અને આ બન્ને ઇસમો મધ્‍યપ્રદેશ રાજ્‍યના કડીયાસાસી ગામની ચોર ગેંગના સભ્‍યો હોવાની અગાઉના ગુનાહિત ઇતિહાસમાં જણાયેલ જેથી હકિકત મળેલ કે, બન્ને ઇસમો નંબર પ્‍લેટ વગરનું સાઇન મોટરસાયકલ લઇને લાલપુર તરફથી ભાણવડ અથવા તો રાણાવાવ-પોરબંદર બાજુ જવા નીકળેલ હોવાની હકિકત આધારે ભાણવડના ત્રણ-પાટીયા થી ચાર પાટીયા વચ્‍ચે ટીમ દ્વારા વોચ પેટ્રોલીંગ રાખેલ દરમ્‍યાન ચાર પાટીયા નીચે જણાવેલ નામવાળા બન્ન ઇસમોને તેમની પાસે રહેલ નંબર પ્‍લેટ વગરનુ નવુ સાઇન મોટરસાયકલ સાથે પકડી પાડી તેમની પાસે રહેલ ચોરી કરેલ પૈકીના રોકડા રૂ.૭૩૫૫/-, મોબાઇલ ફોન નંગ-૨ અને ગુનામાં ઉપયોગ કરેલ સાઇન મોટરસાયકલ સહિત કુલ કિ.રૂ.૯૮,૩૫૫/- ના મુદામાલ સાથે ધરપકડ કરર્ીે ભાણવડ પોલીસ સ્‍ટેશન ખાતે સોપી આપેલ તેમજ પુછપરછમાં જણાય આવેલ કે આ બન્ને આરોપીઓ દ્વારા ઉપરોક્‍ત ગુનાના કામે ચોરી કરેલ રોકડા રૂ.૧,૦૦,૦૦૦/- માંથી ચોટીલા ખાતે એ.ટી.એમ. મશીનમાં રૂ.૮૭,૫૦૦/-ના નીચે જણાવેલ નામવાળા નં.(૧) નાએ તેના બેન્‍ક એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરેલ હોવાની વિગત જણાવેલ છે.

 - આરોપીઓના  (૧) સચીન સ/ઓફ ભગવાનસિંહ રામપ્રસાદ સીસોદીયા ઉ.વ.૩૭ રહે. કડીયા સાસી ગામ, શીવાલય મંદિર પાસે તા. પચોર

(૨) બાબુ સ/ઓફ લખનસિંહ ઉર્ફે લખપતસિંહ સીસોદીયા ઉ.વ.૨૫ રહે કડીયા સાસી ગામ, શીવાલય મંદિર પાસે તા. પચોર જિ.રાજગઢ રાજ્‍ય મધ્‍યપ્રદેશ છે.

આ સમગ્ર કાર્યવાહી LCB PI કે.કે.ગોહિલ, PSI બી.એમ.દેવમુરારી, વી. એન.શિંગરખીયા, એસ. એસ.ચૌહાણ, એસ.વી. કાંબલીયા, ASI અરજણભાઇ મારૂ, અરજણભાઇ ચંદ્રાવાડીયા, જયદેવસિંહ જાડેજા, વિપુલભાઇ ડાંગર. હરપાલસિંહ જાડેજા HC મયુરભાઈ ગોજીયા, ગોવિંદભાઇ કરમુર, પરેશભાઇ સાંજવા ભ્‍ઘ્‍ કિરપાલસિંહ ચૌહાણ, મનહરસિંહ જાડેજા, સચીનભાઇ નકુમ, ટેકનીકલ સેલના HC મુકેશભાઇ કેશરીયા, PC પ્રકાશભાઈ ચાવડા તથા ડ્રાઇવર HC વિશ્વદિપસિંહ જાડેજા અને હસમુખભાઈ કટારા નાઓ રોકાયેલ હતા.

(1:35 PM IST)