News of Monday, 23rd June 2025
વિરડાવાજડી વિજળી પડતા ૧૪ ઘેટા-બકરાના મોત નીપજતા સહાય ચુકવાઇ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૨૩: તા.૧૬/૬ ના રોજ અતિ ભારે વરસાદના કારણે રાજકોટ તાલુકાના વિરડા વાજડી ગામે વિજળી પડતા વિરડા વાજડી ગામ ના કાનાભાઇ લાંબરીયા ના ૧૪ ધેટા બકરાના મોત નિપજેલ જેથી તાત્કાલિક ધોરણે ૪૮૦૦૦ ની સહાય ચુકવવામાં આવેલ. આ તકે રાજકોટ બેડી જીલ્લા પંચાયત સિટના મહિલા સદસ્ય સુમિતાબેન ચાવડા ના પ્રતિનિધિ રાજાભાઇ ચાવડા તેમજ તાલુકા વિકાસ અધિકારી વી.પી.ચૌહાલ હસ્તે ચેક આપવામાં આવેલ હતો.
વાજડી-વિરડા ગામે શ્રી કાનાભાઇ હીરાભાઇ લાંબડીયાનાં પશુધન ઘેંટા બકરા કુલ-૧૨ પશુનું તા.૧૬/૦૫/૨૦૨૫ નાં રોજ આકાશી વીજળી પડવાથી મળત્યુ થવાથી પશુધનનું નુકશાન થયેલ છે. કાનાભાઇ હીરાભાઇને આવી કપરી પરિસ્થિતીમાં સહાયરૂપ થવા માટે સરકારશ્રી દ્વારા રૂ.૪૮ .૦૦૦ /- ની સહાય તાલુકા વિકાસ અધિકારી વનરાજસિંહ પી.ચૌહાણ તથા શ્રી રાજાભાઇ ચાવડા,જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધી,ચેતનભાઇ કથીરીયા, તાલુકા પંચાયત,રાજકોટ પ્રમુખશ્રી, વિપુલભાઇ બસીયા,તાલુકા ભાજપ મહામંત્રી, શ્રી કેયુરભાઇ ઢોલરીયા, વિક્રમભાઇ હુંબલ, દિલીપભાઇ હુંબલ, ડાયાભાઇ ભરવાડ,તલાટી-કમ-મંત્રી અને અનિલભાઇ લાંબડીયા વિગેરે પદાધિકારી શ્રીઓ/અધિકારીશ્રીઓની ઉપસ્થીતિમાં સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
