તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
સાવરકુંડલા તાલુકામાં વરસાદ બાદની સ્થિતીનું નિરીક્ષણ કરતા કાછડીયા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૨૩: હાલ અમરેલી જીલ્લામાં અનેક વિસ્તારોમાં પડેલ મૂશળધાર વરસાદ ને લીધે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે ત્યારે પૂર્વ સાંસદ અને હંમેશા લોકહિત માટે અવાજ ઉઠાવતા અને લોકો એ જેમને ‘‘૧૦૮'' નું બિરુદ આપેલ છે તેવા નારણભાઈ કાછડિયાએ સાવરકુંડલા તાલુકાના આસપાસના પિપરડી, ફિફાદ, ઘોબા,મેકડા, વિરડી સહિત ના ગામો મા જઈ સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત કરી નુકસાની અંગે માહિતી મેળવી હતી તથા આ બાબતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ, કળષિમંત્રીશ્રી રાઘવજીભાઈ તથા કલેકટરશ્રી ને સ્થળ ઉપર જ જાણ કરી તથા રાજ્ય સરકાર અને જીલ્લા વહિવટી તંત્રને તાત્કાલિક અસરથી સર્વે કરી આગળની કાર્યવાહી કરવા રજુઆત કરી ઘટતુ કરવા તાકીદ કરી છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
