<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

પોરબંદર સંદીપના વિદ્યા નિકેતનમાં પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની પ્રેરણાથી યોગ દિવસની ઉજવણી

પૂ.ભાઇશ્રીના અનુજ ગૌતમભાઇ ઓઝાની ઉપરસ્‍થિતી

પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરના પ્રાંગણમાં પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી ૧૧મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉત્‍સાહસભર ઉજવણી કરવામાં આવી.

૨૧મી જૂને આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ નિમિત્તે સાંદીપનિ ઋષિકુળ અને ગુરુકુળના છાત્રો દ્વારા પ્રાણાયામ અને વિવિધ યોગાસનો પ્રસ્‍તુત કરવામાં આવ્‍યા હતા.

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પૂજ્‍ય ભાઈશ્રીના અનુજ શ્રી ગૌતમભાઈ ઓઝાની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી અને સાથે સાંદીપનિ ઋષિકુળ અને ગુરુકુળના તમામ અધ્‍યાપકો અને વિદ્યાર્થીઓએ ઉપસ્‍થિત રહીને યોગાસન કર્યા હતા.

(11:32 AM IST)