તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 23rd June 2025
ચૂડાના ભળગુપુર ગામે વેલ્ડિંગની દુકાન બહારથી હજારનો સામાન ચોરાયો
લીંબડીમાં પણ બે બંધ મકાન નિશાન : ૮૦ હજારની મતા ગઇ

વઢવાણ, તા.૨૩: ચૂડાના ભળગુપુર ગામે રહેતા રમેશભાઈ નાનજીભાઈ ડાભી લીંબડી-રાણપુર રોડ પર શિવશકિત હાર્ડવેર તથા વેલ્ડીંગની દુકાન ધરાવે છે. તેઓની દુકાન સાંકડી હોઈ વધારાનો સામાન કાયમ દુકાનની બહાર રાખે છે. ત્યારે રાત્રે દુકાન બહારથી લોખંડના દાઢા નંગ ૨૭ ચોરાયા હતા. જયારે કોઈ શખ્સો દુકાન બહારથી ગેલ્વેનાઈઝની ૨ બારી, ૨ લોખંડની એરણ, લોખંડ કાપવાનું કટર, ૩ પરચુરણ એંગલ ચોરી કરી લઈ ગયા હતા. રૂ. ૪૦ હજારનો સામાન ચોરાયાની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ વિજયસીંહ ખેર ચલાવી રહ્યા છે. બીજી તરફ લીંબડીમાં થોડા દિવસ પહેલા તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં લીંબડીની ગોલેતર પા શેરીમાં રહેતા શારદાબેન બાલકળષ્ણભાઈ આચાર્યએ લીંબડી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તેઓ અને તેમના પતિ અમદાવાદ ગયા હતા. ત્યારે બંધ ઘરને નીશાન બનાવી તસ્કરો ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ સહિત રૂ. ૭૦ હજારની મત્તા લઈ ગયા હતા. જયારે તેમની બાજુમાં રહેતા રાજેન્દ્રસીંહ કેશુભા ઝાલા ભાવનગર ખોડીયાર મંદિરે દર્શને ગયા હોય તેમને ત્યાં પણ તસ્કરો ખાબકયા હતા અને રૂ.૧૦ હજારની મત્તા ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ એએસઆઈ બી. જે. સોલંકી ચલાવી રહ્યા છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
