<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

માળિયાના મોટી બરાર ગામે ઝેરી દવા પી લેતા યુવાનનું મોત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :  મોટી બરાર ગામની સીમમાં ઝેરી દવા પી લેતા ૩૫ વર્ષના યુવાનનું મોત થયું હતું બનાવ અંગે માળિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
માળિયા (મી.) તાલુકાના જસાપર ગામના રહેવાસી વિપુલભાઈ વિનોદભાઈ ડાંગર (ઉ.વ.૩૫) નામના યુવાન ગત તા. ૨૧ ના રોજ મોટી બરાર ગામની સીમમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું માળિયા પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે માળિયા પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

 

(12:04 AM IST)