તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Sunday, 22nd June 2025
મોરબી જિલ્લામાં ગ્રામપંચાયતોની ચુંટણીમાં સરેરાશ 71.22 ટકા મતદાન.
સામાન્ય ચૂંટણીમાં 79.34 ટકા તથા પેટા ચૂંટણીમાં 63.11 ટકા મતદાન નોંધાયુ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લાની 40 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં 79.34 ટકા તથા પેટા ચૂંટણીમાં 63.11 ટકા મતદાન નોંધાયું છે. આમ સરેરાશ તમામ ગામમાં 71.22 ટકા મતદાન થયું છે.
સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીમાં મોરબી તાલુકાની 8 ગ્રામ પંચાયતોમાં 75.26 ટકા, હળવદ તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 87.42 ટકા, વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 80.19 ટકા, માળિયા તાલુકાની 3 ગ્રામ પંચાયતોમાં 77.10 ટકા અને ટંકારા તાલુકાની 2 ગ્રામ પંચાયતોમાં 71.61 ટકા મળી સરેરાશ 79.34 ટકા મતદાન થયું છે.
પેટા ચૂંટણીમાં મોરબી તાલુકાની 5 ગ્રામ પંચાયતોમાં 54.55 ટકા, હળવદ તાલુકાની 1 ગ્રામ પંચાયતોમાં 76.59 ટકા, વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 65.90 ટકા મળી સરેરાશ 63.11 ટકા મતદાન થયું છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
