તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
ધોરાજી આદર્શ એજ્યુકેશન સોસાયટી અને ધોરાજી તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસની ઉજવણી કરાઈ
1000થી પણ વધારે બાળકોને યોગની તાલીમ અપાઈ: રમેશભાઈ રોકડએ 73 વર્ષની ઉંમરે મયૂરાસન તથા શીર્ષાસન કરી અને બધાને મંત્રમુગ્ધ કરી દીધા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી આદર્શ એજ્યુકેશન સોસાયટી અને ધોરાજી તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટી ના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસ ની ઉજવણી કરાઈ હતી
ધોરાજી આદર્શ એજ્યુકેશન સોસાયટી અને ધોરાજી તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટી ના સંયુક્ત ઉપક્રમે, તારીખ 21 જૂન 2025 સવારે 8:00 કલાકે આદર્શ એજ્યુકેશન સોસાયટીના ગ્રાઉન્ડમાં યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો
આ કાર્યક્રમમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખ તથા ધોરાજીના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સુનિલકુમાર વામનભાઈ વાઘ ઉપસ્થિત રહ્યા.
1000થી પણ વધારે બાળકોને યોગની તાલીમ આપવામાં આવી. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં દર મહિનાની 21મી તારીખે યોગ દિવસ ઉજવવામાં આવે છે. સાથે સાથે વિપશ્યના ધ્યાન કેન્દ્ર માટે જેતપુર થી ડોક્ટર કયાડા પધારેલા તેમણે બાળકોને આના પાન ધ્યાન વિશે માહિતી આપી અને બાળકોને ધ્યાન પણ કરાવ્યું. આ તકે ધોરાજીના મહેરબાન પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સુનિલકુમાર વામનભાઈ વાઘ એ પ્રસંગિક ઉદબોધન જણાવેલ અને કહેલું કે, શારીરિક સ્વસ્થતા માટે યોગ જરૂરી છે અને માનસિક સ્વચ્છતા માટે ધ્યાન જરૂરી છે જે લોકો આ કરી રહ્યા છે તેમનાથી બીમારી પણ દૂર રહે છે.
વિશેષ આકર્ષણ કહી શકાય તેવું એરફોર્સના નિર્વૃત કર્મચારી રમેશભાઈ રોકડએ 73 વર્ષની ઉંમરે મયૂરાસન તથા શીર્ષાસન કરી અને બધાને મંત્રમુગ્ધ કરી દીધા.
આ કાર્યક્રમમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટેશન્સ જજ અલી હુસેન મોહીબુલા શેખ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ વાઘ સાહેબ ધોરાજી સીટીપીએસઆઇ પી.કે ગોહિલ ધોરાજી કોર્ટના રજીસ્ટર ભટ્ટભાઈ તથા પંડ્યાભાઈ ધોરાજી કોર્ટ સ્ટાફ અને આદર્શ એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીઓ તેમજ વિદ્યાર્થી વાલીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
