<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર વાગર ગામ નજીક સિહની પજવણીનો વીડિયો વાયરલ !

સિંહ રોડ પર દોડતા હોય અને પાછળ કાર દોડતી હોય તેવો વીડિયો કાર ચાલકે બનાવીને વાયરલ કર્યો

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર વાગર ગામ નજીક સિહની પજવણીનો વીડિયો વાયરલ થયો છે. સિંહ રોડ પર દોડતા હોય અને પાછળ કાર દોડતી હોય તેવો વીડિયો કાર ચાલકે બનાવીને વાયરલ કર્યો છે. સિંહ પ્રેમીઓના જણાવ્યા પ્રમાણે સિંહની પંજવણી કરતા હોય તેવું વીડિયોમા દેખાઈ રહ્યું છે. આ વિસ્તારમા ઘણા સમયથી બે સિંહ રહે છે. ગઇકાલે બંને સિંહ હાઇવે રોડ પર ચડી આવ્યા હોવાનું કહેવાય છે. રોડ પર કાર ચાલતા વ્યક્તિ આ વીડિયો બનાવ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. હાલ તો સિંહની પજવણીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

(4:35 PM IST)