<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

જામનગર એરપોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

કાર્યક્રમ દ્વારા રોજિંદા જીવનમાં યોગના મહત્વ અને તેના આરોગ્યલક્ષી લાભો પર પ્રકાશ પાડવામાં આવ્યો: સ્ટાફ, સુરક્ષાકર્મીઓ અને હિતધારકોએ ભાગ લીધો

( મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર : જામનગર એરપોર્ટ ખાતે આજે યોગ સત્ર આયોજિત કરીને  ઉત્સાહપૂર્વક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સ્ટાફ, સુરક્ષા કર્મીઓ, હિતધારકો વગેરેએ ભાગ લીધો.

આ યોગ સત્ર અનુભવી યોગમાર્ગદર્શકો દ્વારા યોજાયું હતું, જેનો ઉદ્દેશ ભાગ લેનારા લોકોમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમ દ્વારા રોજિંદા જીવનમાં યોગના મહત્વ અને તેના આરોગ્યલક્ષી લાભો પર પ્રકાશ પાડવામાં આવ્યો.

“"આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અમારી ઉજવણી આરોગ્યદાયક અને સકારાત્મક વાતાવરણ સર્જવાના પ્રયત્નો સાથે જોડાયેલી છે," એવું જામનગર એરપોર્ટના એરપોર્ટ ડિરેક્ટર ડી  કે સિંઘે જણાવ્યું હતું.


 

(7:53 PM IST)