તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
વિસાવદર પેટાચૂંટણીનું પુન :મતદાન પૂર્ણ :બે ગામમાં 81.11 ટકા વોટિંગ
બે ગામમાં 921 મતદારોમાંથી 747 મતદારોએ કર્યું મતદાન : 346 મહિલાઓ અને 384 પુરુષ મતદારો છે.

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આજે બે બુથ પર ફરીથી મતદાન યોજાયું છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની બુથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે
સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી 79.26 ટકા મતદાન થયુ છે. બે ગામના 921માંથી 747 મતદારોએ મતદાન કર્યું છે. જેમાં 346 મહિલાઓ અને 384 પુરુષ મતદારો છે.
નવા વાઘણીયા બુથ પર કુલ 293 મતદારો છે, જેમાં 154 પુરુષ અને 139 સ્ત્રી મતદારો છે. અગાઉના મતદાનમાં અહીં 210 મતદારોએ મતદાન કર્યું હતું. ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 58 હેઠળ 19 જૂનનું મતદાન રદ કર્યું હતું.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
